Home> World
Advertisement
Prev
Next

ઓમિક્રોનને હળવાશમાં લેવો એ ભૂલ, કોરોના ગયો નથી, જાણો શું કહ્યું WHO એ?

દુનિયાભરમાં એકવાર ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક દેશમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠનના કોરોના વાયરસ ટેક્નિકલ પ્રમુખ મારિયા વેન કેરખોવે આ અંગે સંકળાયેલા 3 ભ્રામક તથ્યો જણાવ્યાં છે.

ઓમિક્રોનને હળવાશમાં લેવો એ ભૂલ, કોરોના ગયો નથી, જાણો શું કહ્યું WHO એ?

નવી દિલ્હી: દુનિયાભરમાં એકવાર ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક દેશમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠનના કોરોના વાયરસ ટેક્નિકલ પ્રમુખ મારિયા વેન કેરખોવે આ અંગે સંકળાયેલા 3 ભ્રામક તથ્યો જણાવ્યાં છે. તેમણે કહ્યું કે આપણી પાસે કોરોના સંલગ્ન અનેક ભ્રામક જાણકારીઓ છે. 

fallbacks

આપણી પાસે કોરોના સંલગ્ન અનેક ભ્રામક જાણકારીઓ
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મારિયા વેન કેરખેવે કહ્યું કે આપણી પાસે કોરોના સંલગ્ન મોટા પાયે ભ્રામક જાણકારીઓ છે. તેમણે એવી ત્રણ ભ્રામક જાણકારીઓનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે ખોટી જાણકારીઓમાં પહેલી છે કોવિડ-19 મહામારી ખતમ થઈ ગઈ.  બીજી ભ્રામક જાણકારી છે ઓમિક્રોન હળવો વેરિએન્ટ છે અને ત્રીજી ખોટી જાણકારી છે કે આ છેલ્લો વેરિએન્ટ હશે. 

ઓછા ટેસ્ટિંગ બાદ પણ વધી રહ્યા છે કેસ
તેમણે કહ્યું કે કોવિડ-19 મહામારી પર WHO નું અપડેટ એ છે કે દુનિયાભરમાં થનારા કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો  થવા છતાં ગત અઠવાડિયે 11 મિલિયનથી વધુ કેસ નોંધાયા છે. આ પ્રકારે નવા કેસમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

BA.2 અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિએન્ટ
કેરખોવે કહ્યું કે BA.2 અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિએન્ટ જોવા મળી રહ્યો છે. તેમણે જાણકારી આપી કે અમને વસ્તીના સ્તર પર BA.1 ની સરખામણીમાં BA.2 ની ગંભીરતામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો કે વધુ કેસ સાથે તમે હોસ્પિટલોમાં દાખલ થવાની સંખ્યામાં વધારો જોઈ શકશો અને તે વધેલા મોતમાં પણ ફેરવાઈ શકે છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More