Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો સુરતનો ઓમ ચૌધરી, તાત્કાલિક તેની આ ઈચ્છા કરાઈ પૂર્ણ!

 રોડ શો દરમિયાન એક અદભૂત નજારો જોવા મળ્યો. પ્રધાનમંત્રી જ્યારે લોકો વચ્ચેની પસાર થતા જઈ રહ્યા હતા, એક યુવક તેમણે જોઈને ભાવુક થઈ ગયો. પ્રધાનમંત્રી મોદીએ તેને નિરાશ ન કર્યો અને તેની ઈચ્છા પૂરી કરી.  

PM મોદીને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો સુરતનો ઓમ ચૌધરી, તાત્કાલિક તેની આ ઈચ્છા કરાઈ પૂર્ણ!

ઝી બ્યુરો/સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના સુરત પ્રવાસે હતા, હાલ તેઓ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. પરંતુ પીએમ મોદીએ શુક્રવારે જાહેરસભાને સંબોધવા લિંબાયત વિસ્તારમાં પહોંચ્યા. જ્યાં સભા સ્થળ પરના પંડાલમાં પીએમ મોદી ખુલ્લી જીપમાં સ્ટેજ પર જઈ રહ્યા હતા. 

fallbacks

આ તસવીર આપતા યુવક ભાવુક થઈ ગયો..
આ દરમિયાન એક તસવીર સામે આવી. જેમાં એક યુવક પીએમ મોદીને એક તસવીર આપે છે. જેમાં પીએમ મોદીની માતા હીરાબા તેમને સ્નેહ કરતા જોવા મળે છે. પીએમને આ તસવીર આપતા યુવક ભાવુક થઈ ગયો હતો. તેમની આંખોમાં આંસુ હતા, જેને જોઈને પીએમ મોદીથી પણ રહેવાયું નહોતું. 

આ યુવકનું નામ ઓમ ચૌધરી
જ્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે જાણવા મળ્યું કે આ યુવકનું નામ ઓમ ચૌધરી છે અને તે સુરતના ઉધના વિસ્તારનો રહેવાસી છે. ઓમ ચૌધરી B.A.C.નો વિદ્યાર્થી છે. પીએમ મોદીએ ઓમ ચૌધરીએ આપેલી તસવીર પર 'પ્રિય ઓમ, અભિનંદન' લખ્યું હતું અને તેના પર હસ્તાક્ષર કર્યા પછી તેમને તે તસવીર પાછી આપી હતી.

મારી આંખમાં આપોઆપ આંસુ આવી ગયા..
જો પીએમ મોદી અને તેમની માતાની તસવીર બનાવનાર ઓમની વાત માનવામાં આવે તો આ તસવીર બનાવવા પાછળનો વિચાર એ હતો કે માતા હીરા બાએ પીએમ મોદીમાં કેવી રીતે સંસ્કારોનું સિંચન કર્યું હશે. તેણે કહ્યું કે જ્યારે મેં પીએમને સભા સ્થળ પર જોયા તો હું તેમના સિવાય બીજું કંઈ જોઈ શક્યો નહીં. તેમને જોયા પછી મારી આંખમાં આપોઆપ આંસુ આવી ગયા. ઓમનું કહેવું છે કે આ તસવીર તેના માટે સૌથી કિંમતી બની ગઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More