Home> Gujarat
Advertisement
Prev
Next

100, 200, 500 નહીં પણ ગાયોને ખવડાવશે 51,111 રોટલા, દીકરીના જન્મની એવી ઉજવણી કરી કે જોનારા જોતા રહી ગયા!

આજની તરીકે દીકરીનો જન્મ થાય તો ઘણી વખત પરિવારના સભ્યોમાં ઉત્સાહ જોવા મળતો નથી, પરંતુ મોરબીમાં રહેતા યુવાનના ઘરે દીકરીનો જન્મ થતા દીકરીનો જન્મની એવી ઉજવણી કરી કે જોનારા લોકોની આંખો ચાર થઈ ગઈ છે.

100, 200, 500 નહીં પણ ગાયોને ખવડાવશે 51,111 રોટલા, દીકરીના જન્મની એવી ઉજવણી કરી કે જોનારા જોતા રહી ગયા!

હિમાંશું ભટ્ટ/મોરબી: વર્તમાન સમયમાં દીકરો દીકરી એક સમાન કહેવામાં આવે છે, પરંતુ આજની તરીકે દીકરીનો જન્મ થાય તો ઘણી વખત પરિવારના સભ્યોમાં ઉત્સાહ જોવા મળતો નથી, પરંતુ મોરબીમાં રહેતા યુવાનના ઘરે દીકરીનો જન્મ થતા દીકરીનો જન્મની એવી ઉજવણી કરી કે જોનારા લોકોની આંખો ચાર થઈ ગઈ છે અને આ યુવાને એક કે બે નહીં પરંતુ 51,111 બાજરાના રોટલા બનાવીને ગાયોને આપવા માટેનો સંકલ્પ કર્યો છે. 

fallbacks

સ્વામીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો LIVE વીડિયો, શબ્દોમાં પણ ન વર્ણવી શકાય તેવી ઘટના..

સામન્ય રીતે કોઈપના ઘરે દીકરાનો જન્મ થાય એટ્લે તેની ઉજવણી કરવામાં આવે તે સ્વભાવિક છે જો કે, મોરબીના રવાપર ગામે રહેતા આદ્રોજા પરિવારના ઘરે દીકરીનો જન્મ થયેલ છે અને તેઓએ દીકરીના જન્મની ભવ્ય ઉજવણી કરેલ છે. એટલું જ નહીં તેઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને દીકરીના જન્મને વધાવ્યો છે કેમ કે, ભાગ્યશાળી હોય છે એ ઘરે જેમના ઘરે દીકરીનો જન્મ થાય છે. 

રાજ્યની બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓ સૌથી માટે ખુશખબર: ગુજરાત સરકારે કરી જાહેરાત

આ પંક્તિને સાર્થક કરતાં મોરબીના રવાપર ગામે રહેતા જયભાઈ આદ્રોજાએ દીકરીના જન્મની સેવામય ઉજવણી કરી છે અને તેઓએ પોતાના ઘરે લક્ષ્મીજીનું અવતરણ થતા જિલ્લાની તમામ ગૌશાળાઓમાં કુલ મળીને 51,111 બાજરાના લોટ માંથી બનાવવામાં આવેલ રોટલા ગાયોને ખવડાવવાનો સંકલ્પ લીધો છે. આ સેવાકિય સંકલ્પ અન્વયે આજથી રવાપર ગામના પાદરમાં બોની પાર્ક પાસે 125 ચૂલા સળગાવવામાં આવ્યા છે. જે ત્રણ દિવસથી ચાલી રહ્યા છે અને અહીં 100 બહેનો રોટલા બનાવી રહ્યા છે. 

દવા કહી દારૂ પીવડાવતો! અમરેલીની શાળાની શરમજનક ઘટના, બે દીકરીઓને બનાવી હવસનો શિકાર

એટલું જ નહીં અહી જે રોટલા બનાવવામાં આવે તેને જુદી જુદી ગૌશાળા સુધી પહોચાડવા માટે 100 સ્વયંસેવકો કામે લાગી ગયેલ છે અને ત્યાં તૈયાર થયેલા રોટલા વિવિધ ગૌશાળામાં પહોચાડવામાં આવી રહ્યા છે. વધુમાં દીકરીના પિતા જયભાઈ આદ્રોજાએ કહ્યું હતું કે, બીજ જરૂરી અને બિન ઉપયોગી ઉજવણી કરવાને બદલે આપણી સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો હતો અને આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે. ત્યારે ગૌમાતાની જઠરાગ્નિ ઠારીને દીકરીના જન્મની ઉજવણી કરી રહ્યા છીએ.

કડાકા સાથે વાદળો ગરજશે! આંધી-તોફાન સાથે અહીં થશે ભારે વરસાદ, ગુજરાતમાં ગરમીથી રાહત..

મોરબીમાં રહેતા પટેલ યુવાને પોતાના ઘરે દીકરીનો જન્મ થતાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને જે રીતે દીકરીના જન્મને વધામણા કર્યા છે. જો આવી રીતે ઘરે ઘરે દીકરીના જન્મોત્સવને વધાવવામાં આવે તો આજના સમયમાં જે દીકરી દીકરાના જન્મદર વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે. તેને ભવિષ્યમાં સો ટકા ઘટાડી શકાય તેમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More