ચેતન પટેલ/સુરત: શહેરના અઠવા પોલીસ મથક વિસ્તારમાં આવેલ રૂદરપુરામાં એક એપાર્ટમેન્ટની નીચે ચાર બાળકીઓ મોડી સાંજના સમયે રમતી હતી. આ સમયે એક હવસખોર ઈસમે ત્યાં આવી બાળકીઓની વચ્ચે પોતાના તમામ કપડા ઉતારી નાખી નિર્વસ્ત્ર થઈ ગયો હતો. અને બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવાની સાથે બીભત્સ હરકતો કરી હતી. જેથી આખરે ગભરાઈ ગયેલી તમામ ભાળકીઓ ડરીને એપારમેન્ટના દાદર તરફ ચડી ગઈ હતી પરંતુ આ યુવક નિર્વસ્ત્ર હાલતમાં જ બાળકીઓનો પીછો કરી પહેલા માળ સુધી ચઢી ગયો હતો. જેથી આખરે ગભરાયેલી બાળકીઓએ બુમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને યુવકને પકડીને અઠવા પોલીસને હવાલે કર્યો છે. ભોગ બનનાર બાળકીના પરિવારે અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્વામીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો LIVE વીડિયો, શબ્દોમાં પણ ન વર્ણવી શકાય તેવી ઘટના..
સુરત શહેરમાં અનેકવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં માસુમ બાળકો ઘરના આંગણામાં કે શેરીમાં રમતા હોય છે ત્યારે કેટલાક હવસખોર ઈસમો આવી માસુમ બાળકીને નિશાન બનાવતા હોય છે. અગાઉ પણ ઉધના વિસ્તારમાં આવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવકે ત્રણથી ચાર યુવતીઓની છેડતી કરી હતી.
રાજ્યની બિન-અનુદાનિત કોલેજોના કર્મચારીઓ સૌથી માટે ખુશખબર: ગુજરાત સરકારે કરી જાહેરાત
હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ અઠવા પોલીસ મથકમાં વિસ્તારમાં આવી જ એક પટના સામે આવી છે. જેમાં અઠવા પોલીસ મથક વિસ્તારના રૂદરપુરામાં આવેલ એક એપાર્ટમેન્ટના પૉકિંગમાં સાત વર્ષની બે બાળકી તથા એક છ વર્ષની બાળકી અને એક પાંચ વર્ષની બાળકી એપાર્ટમેન્ટના પાંકિંગમાં રમી રહ્યા હતા. આ દરમિયાન ગોપીપુરા ટંડેલ મસ્જિદની ભાજુમાં આવેલ ઉદ્દેશ મહેબૂબ સૈયદ નામનો યુવક અચાનક ત્યાં આવી ગયો હતો અને તેણે બાળકીઓ પાસે આવી પોતાના તમામ કપડા ઉતારી નાખ્યા હતા અને બાળકીઓની છેડતી કરી હતી.
100, 200, 500 નહીં પણ ગાયોને ખવડાવશે 51,111 રોટલા, દીકરીના જન્મની એવી ઉજવણી કરી કે..
એટલું જ નહી પરંતુ બાળકીઓ પાસે બીભસ્ત હરકતો કરી હતી. જેથી આખરે ગભરાઈ ગયેલી ચારેય બાળકીઓ તાત્કાલિક એપાર્ટમેન્ટના દાદર તરત દોડી હતી. પરંતુ હવસખોર ઉવેશ સૈયદ માસુમ બાળકીઓનો પીછો કરતા કરતા નિર્વસ્ત્ર હાલતમાં જ પહેલા માળ સુધી પહોંચી ગયો હતો. જેથી આખરે માસુમ બાળકીઓએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. લોકોએ ઉવેશ સૈયદ નામના હવસખોર ઈસમને ઝડપી પાડી અઠવા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઉદ્દેશની અટકાયત કરી માસુમ બાળકીના પરિવારજનોના ફરિયાદને આધારે તેની સામે છેડતી નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ પરી છે.
દવા કહી દારૂ પીવડાવતો! અમરેલીની શાળાની શરમજનક ઘટના, બે દીકરીઓને બનાવી હવસનો શિકાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે