Gujarat Vidhansabha : ગોપાલ ઈટાલિયાના વિધાનસભા પહોંચવાથી હવે ગુજરાત સરકારના પેટમાં તેલ રેડાયું છે. કારણ કે, ગોપાલ ઈટાલિયા પોતાના મિજાજ મુજબ વિધાનસભામાં આક્રમક બની શકે છે. ગોપાલ ઈટાલિયા એવા સવાલો ઉઠાવશે કે સરકારનો માથાનો દુખાવો વધી જશે. ત્યારે હવે આ વચ્ચે આમ આદમી પાર્ટી મોટા ફેરફાર કરવા જઈ રહી છે તેવા સંકેત મળ્યા છે. ગૃહમાં લડવા માટે આપ પાર્ટીએ તૈયારી કરી છે. ઈટાલિયાને વિધાનસભામાં આપના નેતા બનાવાત તેવી શક્યતા દેખાઈ રહી છે.
આમ આદમી પાર્ટી રાહ જોઈને બેસી હતી કે, ક્યારે ગોપાલ ઈટાલિયા જીતે અને વિધાનસભા પહોંચે. હાલ આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં પાંચ ધારાસભ્યો છે. હાલ પાર્ટી પાસે ઈટાલિયાની સાથે ચૈતર વસાવા પણ આક્રમક નેતા છે. ત્યારે ગોપાલ ઈટાલિયા વિધાનસભામાં સરકાર સામે મોરચો માંડી શકે તેટલા સક્ષમ છે. જો સરકાર સામે લડવું હોય તો ગોપાલ ઈટાલિયા પરફેક્ટ છે. તેથી ઈટાલિયાને વિધાનસભાના નેતા બનાવાય તેવી શક્યતા છે.
સૂત્રોના મતે જાણવા મળ્યું કે, ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં આપનું નેતાપદ અપાશે તેવી શક્યતા જોવાઇ રહી છે. ઉમેશ મકવાણા પાસેથી દંડકપદ છીનવી લેવાય તેવી શક્યતા છે, જેની સામે ચૈતર વસાવાને દંડક બનાવાશે.
વિસાવદરનું પરિણામ કેટલાયને લઈ ડૂબશે, મંત્રીમંડળમાં આ નેતાઓનું કપાઈ શકે છે પત્તુ!
ગુજરાત આપમાં ચર્ચા છે કે, વિધાનસભામાં ચૈતર વસાવાને બદલે ગોપાલ ઇટાલિયાને આપના નેતા બનાવાશે જ્યારે દંડકપદ ચૈતર વસાવાની નિયુક્તિ થાય તેમ છે. આ જોતાં ઉમેશ મકાવાણાને દંડક પદેથી હટાવાશે.
ભાજપની ઊંઘ હરામ થઈ જશે
ગોપાલ ઈટાલિયાની વિધાનસભામાં એન્ટ્રીથી ભાજપની ઊંઘ હરામ થઈ જશે. કારણ કે, પહેલેથી જ વિધાનસભામાં જિજ્ઞેશ મેવાણી અને ચૈતર વસાવા જેવા આક્રમક વિપક્ષી નેતાઓ છે, ત્યારે હવે તેમાં ગોપાલ ઈટાલિયાનો ઉમેરો થયો છે. આવામાં આ ત્રિપુટી ભાજપની ઊંઘ હરામ કરી દેશે. એટલે આગામી વિધાનસભાના સત્રમાં ભાજપ બંને મોરચે ઘેરાશે તેવી શક્યતા હાલથી જોવાઈ રહી છે. ગોપાલ ઈટાલિયા મેવાણી અને ચૈતર વસાવાની જેમ જ પ્રજાનો પ્રશ્નો ઉઠાવશે.
ગુજરાતમાં વરસાદથી ચારેતરફ તબાહી : સુરત બાદ હવે નર્મદા જિલ્લાનો વારો, 8 ઈંચથી તારાજી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે