Home> Spiritual
Advertisement
Prev
Next

Jagannath Rath Yatra: રથયાત્રામાં જાવ તો ઘરે જરૂર લાવો આ 4 માંથી 1 વસ્તુ, ચમત્કારી લાભ મળી શકે છે

Jagannath Rath Yatra 2025: રથ યાત્રાનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. દર વર્ષે જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જો તમે રથયાત્રામાં ભાગ લેવા જતા હોય તો ઘરે પરત ફરતી વખતે આ વસ્તુઓ સાથે લાવવાનું ભુલતા નહીં.
 

Jagannath Rath Yatra: રથયાત્રામાં જાવ તો ઘરે જરૂર લાવો આ 4 માંથી 1 વસ્તુ, ચમત્કારી લાભ મળી શકે છે

Jagannath Rath Yatra 2025: આ વર્ષે રથયાત્રા 27 મે 2025 ના રોજ યોજાશે. જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રાનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે. જગન્નાથ પુરી ખાતે આ ધાર્મિક યાત્રામાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્ર રથમાં બિરાજમાન થઈને નગરયાત્રાએ નીકળે છે. રથયાત્રામાં જે લોકો સામેલ થતા હોય તેમણે યાત્રામાંથી કેટલીક વસ્તુઓ ઘરે લાવવી જોઈએ. માન્યતા છે કે રથયાત્રામાં ભાગ લીધા પછી ઘરે પરત ફરતી વખતે આ વસ્તુઓ સાથે લાવવી શુભ ગણાય છે. 

fallbacks

આ પણ વાંચો: Tulsi Puja: કયા દિવસે તુલસીના પાન તોડવા અને કયા દિવસે નહીં ? જાણો તુલસી પૂજાનો નિયમ

સૂકા ચોખા 

જગન્નાથ પુરીમાં ખાસ પ્રકારના સૂકા ચોખા ભગવાનને ભોગમાં ધરાવવામાં આવે છે. આ ચોખાનો પ્રસાદ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. રથયાત્રામાં પ્રસાદ તરીતે મળેલા આ ચોખાને ઘરે લાવી ભંડારમાં રાખવાથી ઘરમાં બરકત આવે છે. 

આ પણ વાંચો: 30 વર્ષ પછી બનશે શનિ, મંગળ અને કેતુનો ખતરનાક યોગ, 3 રાશિઓ માટે સૌથી ખરાબ સમય શરુ થશે

મંદિરની છડી 

રથયાત્રા દરમિયાન એક વિશેષ પ્રકારની છડીનો ભક્તોને સ્પર્શ કરાવવામાં આવે છે. માન્યતા છે કે આ છડીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તે ભગવાનના તેજનું પ્રતીક પણ હોય છે. આ છડી ઘરે લાવીને તિજોરીમાં રાખવી શુભ ગણાય છે. 

આ પણ વાંચો: જુલાઈમાં સર્જાશે અત્યંત શુભ ગજલક્ષ્મી રાજયોગ, મિથુન સહિત 4 રાશિઓનું ખુલશે ભાગ્ય

તુલસીની માળા 

જગન્નાથ પુરીથી પરત ફરો ત્યારે તુલસીની માળા પણ ઘરે લાવી શકો છો. ભગવાન વિષ્ણુને અતિ પ્રિય તુલસીની માળા રથયાત્રામાંથી પરત ફરતી વખતે સાથે લાવવી જોઈએ. આ માળા ઘરે રાખવાથી જીવનમાં સકારાત્મક ફેરફાર આવી શકે છે. 

આ પણ વાંચો: શા માટે ભગવાન જગન્નાથની મૂર્તિ છે અધુરી ? મોટાભાગના લોકો નથી જાણતા આ સાચું કારણ

રથનું લાકડું 

રથયાત્રા સમાપ્ત થાય પછી જે રથમાં ભગવાન સવાર થયા હોય તેને તોડવામાં આવે છે. રથ તૂટે પછી જે લાકડા વધે છે તેને ભક્તો પ્રસાદી તરીકે ઘરે લઈ જતા હોય છે. જો તમે પણ રથનો નાનકડો ટુકડો પણ ઘરે લાવીને રાખો છો તો તેનાથી ઘરમાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More