Home> Gujarat
Advertisement
Prev
Next

સહકારી મંડળીઓએ સૌરાષ્ટ્રના ખેડૂતોને છેતર્યા, ગોપાલ ઈટાલિયા 400 ખેડૂતોની ફોજ લઈ પહોંચ્યા ફરિયાદ કરવા

Gopal Italia : ભેંસાણ તાલુકાના અલગ અલગ ગામની સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને કૌભાંડ કરવામાં આવી છે... ગોપાલ ઈટાલિયા દ્વારા ખેડૂતોને સાથે રાખીને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં રજૂઆત કરવામાં આવી
 

સહકારી મંડળીઓએ સૌરાષ્ટ્રના ખેડૂતોને છેતર્યા, ગોપાલ ઈટાલિયા 400 ખેડૂતોની ફોજ લઈ પહોંચ્યા ફરિયાદ કરવા

Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : સહકારી મંડળીઓમાં થતી ગોલમાલને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટીના વિસાવદર મત વિસ્તારના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 400થી વધુ ખેડૂતોની સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદનપત્ર આપી ઘેરાવ કર્યો હતો. 

fallbacks

જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા ભેંસાણના અલગ અલગ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જેમાં ખેડૂતોએ ધિરાણ લીધેલું નથી, તેમ છતાં ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જેથી આજે ખેડૂતો જિલ્લા સેવા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા અને વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા પણ ખેડૂતો સાથે જિલ્લા સેવા સહકારી બેંક ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોની ઉગ્ર રજૂઆતો બેંકના મેનેજર તેમજ જવાબદાર અધિકારીઓ સુધી પહોંચાડી હતી અને ખેડૂતોને આપવામાં આવતી નોટિસ અને ઉઘરાણા બંધ કરી અને ધિરાણ આપવા માટેની રજૂઆત કરી હતી.

ભર ઉનાળે આંધી-વંટોળ સાથે આવશે વરસાદ, અંબાલાલ પટેલે જિલ્લાઓનું લિસ્ટ આપ્યું

ભેસાણ તાલુકાના છોડવડી, વાંદરવડ જેવા ગામડા માં મંડળીઓ દ્વારા ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોને તેની જાણ પણ કરવામાં આવી નથી. ગત વર્ષ દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું હતું અને જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા મંડળીના પ્રમુખ મંત્રી સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરી અને તેમને હકાલ પટ્ટી પણ કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી જે ખેડૂતોને નામે ધિરાણ લેવામાં આવ્યું છે, તેવી તેમને નોટિસ આપવામાં આવી રહી છે. આ ધિરાણની રકમ અંદાજિત એક ગામમાં 6 કરોડની આજુબાજુમાં પહોંચે છે. ત્યારે આવા ખેડૂતો પૈસા ભરવા સક્ષમ નથી અને હવે ધિરાણ બાકી હોવાથી નવું ધિરાણ પણ આપવામાં આવતું નથી, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ભેસાણ મંડળીઓ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ લઈને જિલ્લા સેવા સહકારી બેંકના સીઈઓ કલ્પેશ રૂપાપરા દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જે તે સમયે મંડળીઓ દ્વારા કરવામાં આવેલી ગેરરીતી સામે આવી હતી જેને લઈને મંડળીના પ્રમુખ મંત્રી સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જે બેંક કર્મચારી આ કૌભાંડમાં સામેલ હતા તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે અને તેની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે..

આમ ભેંસાણ તાલુકાના ખેડૂતો સાથે મંડળીઓ દ્વારા આચરવામાં આવેલી સામે ખેડૂતો હવે સામે આવી ગયા છે અને જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોના નામે જે પૈસા ઉઘરાવી લેવાયા છે તેને લઈને પણ ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.

ઘંટી પર લોટ લેવા ગયેલી સાત વર્ષીય બાળાનું ટી-શર્ટ ઊંચું કરી દુકાનદારે છેડતી કરી!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More