AAP meeting in Morbi: મોરબીમાં થયેલ થપ્પડકાંડ મુદ્દે AAP પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા એક ખુલાસો આપવામાં આવ્યો છે. AAP પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ મોરબીમાં મોટી સંખ્યામાં જનસભાને ગજવી હતી. ત્યારે તેમણે સમગ્ર મુદ્દે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ પોતાના મળતીયાઓ મોકલીને આમ આદમી પાર્ટીની સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી હતી. વિસાવદર વાળી થવાના ડરથી AAPની જનસભાને ખંડિત કરવાની બીજેપીની મેલી મુરાદ રહેલી છે.
મોરબીમાં ઈસુદાન ગઢવીની સભામા લાફાવાળી! નેતાજી જોતા રહ્યા'ને થઈ ગયો કાંડ, VIDEO વાયરલ
આમ આદમી પાર્ટીની સભાઓથી ભાજપમાં ભયનો માહોલ: ઇસુદાન ગઢવી
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતભરમાં જનસભા થકી ગામડે ગામડે સભા જોઈ મોરબીમાં બીજેપીની બોખલાટ સામે આવી છે. જે વ્યક્તિએ થપ્પડ મારી તે AAP સાથે સંકળાયેલો જ નથી. ગુજરાતભરમાં AAPની 2000થી પણ વધારે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીની સભાઓથી ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે. આ કોઈ પ્રકારનું ષડયંત્ર હોઈ શકે છે છે. વિસાવદર વાળી કરીશું, ગુજરાતની જનતા પરિવર્તનના મૂડમાં આવી ગઈ છે. અમે ગરીબો, વંચિત, શોષીતો, બેરોજગાર યુવાનોનો અવાજ ઉઠાવતા રહીશું. આ AAPની છબી ખરાબ કરવાનું ષડયંત્ર હોઈ શકે છે. આમ આદમી પાર્ટી કોઈપણ પ્રકારની હિંસાને સમર્થન આપતી નથી.
આવી નવી તારીખ! ગુજરાતમાં મંદ પડેલું ચોમાસું આ તારીખે સક્રિય થશે, હવે ઉ.ગુજરાત ડૂબશે?
દિલ્હીના સવાલ કરે તો ઈસુદાન ભાઈને નાં ખબર હોય એ સ્વાભાવિક છે: યજ્ઞેશ દવે
મોરબી લાફા કાંડ મુદ્દે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને ખોટું જ બોલવું છે. એમની માનસિકતા છે કે ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવો. કોઈ કાર્યકર્તા કે માણસ સવાલ કરે તો આતંકવાદીની જેમ લાફા લાફી કરવા એ કેટલું યોગ્ય? અસમાજિક જેવું વર્તવું એ કેટલું યોગ્ય? દિલ્હીના સવાલ કરે તો ઈસુદાન ભાઈને નાં ખબર હોય એ સ્વાભાવિક છે કારણ કે કેજરીવાલે જેટલું લખાવ્યું હોય એટલું જ એ બોલે. સરકાર આવી લાફા લાફી કરનાર ને નહિ છોડે.
ગુજરાતમાં વરસાદ વચ્ચે પરેશ ગોસ્વામીની ચિંતાજનક આગાહી; આ વાંચીને લોકોની ઉડી જશે ઉંઘ!
કડીમાં કેમ તેમનો ઉમેદવાર 3 હજાર પણ વોટ જ ના લાવી શક્યો: યજ્ઞેશ દવે
તેમણે ઉમેર્યું હતું કે, વિસાવદરની સીટ એમની હતી અને એમણે જાળવી રાખી. કડીમાં કેમ તેમનો ઉમેદવાર 3 હજાર પણ વોટ જ ના લાવી શક્યો. એટલે ભ્રમ ફેલાવવાનું અને અસામાજિક તત્વની જેમ વર્તવાનું બંધ કરો એવી મારી નસીહત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે