Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગોઝારો અકસ્માત; ઈનોવા કાર પલટી મારતાં 4ના મોત, 2ને ગંભીર ઈજા

Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોતના સમાચાર મળી રહ્યા છે, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.
 

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગોઝારો અકસ્માત; ઈનોવા કાર પલટી મારતાં 4ના મોત, 2ને ગંભીર ઈજા

Rajkot Accident: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયાના સમાચાર મળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. ધોરાજીના સુપેડી જવાના રસ્તામાં હાઈ-વે પર ઈનોવા કાર પલ્ટી મારી વૃક્ષ સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. ધોરાજીથી સુપેડી જતી વખતે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ઈનોવા કારમાં સવાર 6 વ્યક્તિઓમાંથી 4ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને બે ઈજાગ્રસ્ત થયા છે.

fallbacks

મોટા ખતરાના સંકેત! વરસાદ-વાવાઝોડાની આગાહી વચ્ચે લોકોને અપીલ, હેલ્પલાઈન નંબર જાહેર

આ ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ તંત્ર અને નેશનલ હાઇવે એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોની વાત કરીએ તો (1) વલ્લભભાઈ રૂધાણી (2) કિશોરભાઈ હિરાણી (3) આસિફભાઈ (4)આફતાબભાઈ નામના ચાર વ્યક્તિઓના મોત થયા છે, જયારે (1) રશ્મિન ગાંધી (2) ગૌરાંગ રૂધાણીને ગંભીર ઇજા પહોંચી છે.

આ વિસ્તારમાં આજે ધોધમાર વરસાદની આગાહી; ફરી ગુજરાતમાં દેખાશે મેઘાનું રૌદ્ર સ્વરૂપ

મહત્વનું છે કે ઈજાગ્રસ્તોને ધોરાજી  સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા છે. ધોરાજી હોસ્પિટલમાં પરિવારજનોમાં આક્રંદ સાથે ગમગીની છવાઈ ગઈ છે.

આ જિલ્લામાં પ્રચંડ વંટોળની વિનાશક અસર; 8 ગામોમાં 15થી વધુ ઘરોમાં આગ, વૃક્ષો ધરાશાયી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More