Home> Health
Advertisement
Prev
Next

આ આદતો પુરૂષોને બનાવી રહી છે હાઈ BP અને ડાયાબિટીસના શિકાર, મોતમાં પણ થઈ રહ્યો છે વધારો

સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં બ્લડ પ્રેશર અને સુગરની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ આંકડા ભારત સહિત વિશ્વના લગભગ 200 દેશોમાં કરવામાં આવેલા વિવિધ અભ્યાસોના અહેવાલોના આધારે બહાર આવ્યા છે. જાણો કઈ આદતો આ જીવનશૈલી સંબંધિત રોગોમાં વધારો કરી રહી છે?

આ આદતો પુરૂષોને બનાવી રહી છે હાઈ BP અને ડાયાબિટીસના શિકાર, મોતમાં પણ થઈ રહ્યો છે વધારો

Health News: બ્લડ પ્રેશર અને સુગર એવી બીમારી છે, જેને ખતમ ન કરી શકાય પરંતુ કંટ્રોલ કરી શકાય છે. દવા અને પરેજી સાથે આ બીમારીઓથી થતાં નુકસાનથી બચી શકાય છે. ભલે પુરૂષ હોય કે મહિલા બંનેમાં આ પ્રકારની બીમારીને લઈને ખતરો રહેલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસ અને બીપીના દર્દી ઝડપથી વધવા લાગ્યા છે. જેનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાનને માનવામાં આવે છે. વધતો તણાવ પણ તેનું કારણ બની રહ્યો છે. તાજેતરમાં પીએલઓએસ મેડિસિન જનરલમાં છપાયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મહિલાઓના મુકાબલે પુરૂષોમાં હાઈ બીપી, સુગર અને એચઆઈવીના મામલા વધુ સામે આવી રહ્યું છે. સાથે આ બીમારીઓથી પુરૂષોના મોત પણ વધી રહ્યાં છે.

fallbacks

પુરૂષોમાં વધી રહી છે બીપી અને સુગરની બીમારી
આશરે 200 દેશોમાં થયેલા અલગ-અલગ રિસર્ચના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. એક રિસર્ચ પ્રમાણે ભારતીય મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશરના કેસ વધુ જોવા મળ્યા છે. સાથે રિસર્ચમાં સામેલ 30 ટકા દેશોમાં હાઈ બીપી અને 4 ટકા દેશોમાં હાઈ સુગરમાં પુરૂષોની સંખ્યા વધુ જોવા મળી છે. રિસર્ચમાં સામેલ 56 ટકા દેશમાં એચઆઈવી અને એઈડ્સમાં પણ પુરૂષોની સંખ્યા વધારે છે. એટલું જ નહીં એચઆઈવી/એઇડ્સથી 131 દેશોમાં 64 ટકા, હાઈ બીપીથી 107 અને સુગરથી 100 દેશોમાં પુરૂષોનો ડેથ રેટ જોવા મળ્યો છે.

ખોટી આદતોને કારણે થઈ રહ્યાં છે મોત
રિસર્ચમાં સામે આવ્યું કે 14 ટકા દેશોમાં એચઆઈવી અને એઈડ્સના મામલા મહિલાઓમાં વધુ જોવા મળ્યા છે. યુકે સ્થિત રિસર્ચ સંસ્થા ગ્લોબલ 50/50ના સહ-સંસ્થાપક કેન્ટ બ્યૂસ પ્રમાણે રિસર્ચમાં સામે આવ્યું કે પુરૂષો પોતાની સારવાર કરાવવા માટે વધુ ગંભીર હોતા નથી. તે જલ્દી ડોક્ટર પાસે જતાં નથી. વધુ ડ્રિંક અને સ્મોકિંગને કારણે તે બીમારીઓની ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. જેથી વધુ મોત થઈ રહ્યાં છે.

આ પણ વાંચોઃ શરીરની 80% બીમારીઓનો ઈલાજ છે આ મસાલો! પાણી સાથે પીવાથી મળશે ડબલ ફાયદો

લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારીથી કઈ રીતે બચવું
તમને જણાવી દઈએ કે ખરાબ ખાનપાનની આદતો શરીરને બીમારીની જાળમાં ફસાવી રહી છે. આ સિવાય ઓછી ફિઝિકલ એક્ટિવિટી, વધુ તણાવ, સ્ટ્રેસ દૂર કરવા માટે દારૂ અને સિગારેટનું સેવન, ખોટા સમય પર ભોજન અને ઊંઘની કમીને કારણે લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારી ઝડપથી વધી રહી છે. બહારના પેક્ડ ફૂડ, ડ્રિંક્સ અને જંક ફૂડ વ્યક્તિના શરીરને ખોખલા બનાવી રહ્યાં છે. તેનાથી બચવા માટે ઓછું ભોજન અને હેલ્ધી ભોજનની આદત પાડો. તેનાથી તમે ઘણી બીમારીથી બચી શકશો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More