Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ અકસ્માતમાં 5ના મોત, કારમાં લોહી નિતરતું જોઈ જોનારા હચમચી ગયા

 રાજકોટમાં આટકોટ નજીક આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. પાંચેય મૃતદેહોને કારણે કાર પર લોહીના રેલા જોવા મળ્યા હતા, જેને કારણે જોનારાઓ પણ હચમચી ઉઠ્યા હતા.

રાજકોટ અકસ્માતમાં 5ના મોત, કારમાં લોહી નિતરતું જોઈ જોનારા હચમચી ગયા

રક્ષિત પંડ્યા/રાજકોટ : રાજકોટમાં આટકોટ નજીક આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. પાંચેય મૃતદેહોને કારણે કાર પર લોહીના રેલા જોવા મળ્યા હતા, જેને કારણે જોનારાઓ પણ હચમચી ઉઠ્યા હતા.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના આટકોટ નજીક આજે વહેલી સવારે અકસ્માત થયો હતો. આટકોટના જંગવડ પાસેથી પસાર થઈ રહેલી કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રંઘોળા ગામના 5 લોકોના મોત નિપજ્યા છે. તો અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.  અકસ્માતમાં લંગાળા ગામના 3 અને સુરતના એક વ્યક્તિનું મોત થયું. જુનાગઢથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા સમયે કારને અકસ્માત નડ્યો હતો. 

અકસ્માતને પગલે રસ્તા પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. કારણ કે, કારની વિન્ડોમાંથી લોહી નિતરતુ હતું. જે જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More