Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે કિંજલ બની ગઈ Mrs. હાર્દિક પટેલ, જુઓ Exclusive Photos

પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલે આજે સુરેન્દ્રનગરમાં કિંજલ પરીખ સાથે સાત ફેરા લીધા છે. આ સાથે જ કિંજલ પરીખ હાર્દિકની અર્ધાંગિની બની છે.

આખરે કિંજલ બની ગઈ Mrs. હાર્દિક પટેલ, જુઓ Exclusive Photos

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલે આજે સુરેન્દ્રનગરમાં કિંજલ પરીખ સાથે સાત ફેરા લીધા છે. આ સાથે જ કિંજલ પરીખ હાર્દિકની અર્ધાંગિની બની છે. ખૂબ સામાન્ય રીતે અને અંત્યત અંગત વ્યક્તિઓ અને સંબંધીઓની હાજરીમાં હાર્દિક અને કિંજલના લગ્ન સંપન્ન થયા હતા. ત્યારે હવે સાત ફેરા બાદની વિધી શરૂ થઈ રહી છે. આમ હાર્દિકે હવે બીજી ઈનિંગની શરૂઆત કરી છે. તેણે બાળપણની મિત્ર કિંજલ સાથે સાત ફેરા લઈને હવે સાંસારિક જીવન શરૂ કરશે.

fallbacks

વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે વિરમગામથી વર અને કન્યા પક્ષ દિગસર જવા રવાના થયો હતો. જ્યાં આજે અત્યંત સાદાઈ પૂર્વક લગ્નવિધિ યોજાવાની હતી. ત્યારે હવે ચર્ચાઈ રહ્યું છે કે, લગ્ન બાદ આગામી સમયમાં હાર્દિક પટેલ એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે કે નહિ. જેમાં પાટીદાર આગેવાનો તથા રાજકીય ક્ષેત્રના લોકો હાજરી આપી શકે છે.

fallbacks

હાર્દિક અને કિંજલના હસ્તમેળાપ લાભ અને અમ્રત ચોઘડિયામાં થયા હતા. સવારે 9થી 12ની વચ્ચે લગ્નવિધિઓ યોજાઈ હતી. લગ્ન મંડપે પહોંચેલા હાર્દિકને કિંજલ દ્વારા હાર પહેરાવાયો હતો. ત્યારે પરંપરા મુજબ જમાઈની નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી અને હાર્દિકના સાસુ દ્વારા હાર્દિકનું નાક ખેંચવામાં આવ્યું હતું. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, હાર્દિકના લગ્ન અત્યંત સાદગીથી અને જૂજ મહેમાનોની હાજરીમાં થયા હતા.  જેમાં અન્ય લોકોને અંદર જવાની મનાઈ ફરમાવાઈ છે. ગઈકાલે રાત્રે હાર્દિકના લગ્નના ગરબાની રસમ રાખવામાં આવી હતી. જેમાં હાર્દિક પણ ગરબે ઘૂમ્યો હતો. હાર્દિક પટેલના સુરતની કિંજલ પરીખ સાથે લગ્ન થવાના છે. ત્યારે કિંજલ પરીખના પિતાએ ઝી 24 કલાકની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ હાર્દિક પટેલના પરિવારને ઘણા વર્ષોથી ઓળખે છે અને હવે સંબંધી
બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More