Ambalal Patel Prediction: ગુજરાતમાં થયેલી ભયાનક એરપ્લેન ક્રેશ ઘટના હૃદયવિદારક છે. દુર્ઘટનાની તસ્વીરો અને તેમાં મૃત્યુ પામેલા લોકોની કહાનીઓ લોકોના દિલને કંપાવી નાખે એવી છે. આ દુર્ઘટનાના કારણો શોધવામાં અનેક એન્જસીઓ કામે લાગી છે, પરંતુ બીજી તરફ જ્યોતિષ નિષ્ણાત અંબાલાલ પટેલની જ્યોતિષની દ્રષ્ટિએ અમદાવાદમાં જ એરોપ્લેન ક્રેશ કેમ થયું તેના પર વાત કરવામાં આવી છે.
ભારતમાં ક્યાંય નહીં'ને અમદાવાદમાં જ કેમ થયું પ્લેન ક્રેશ? જાણો અંબાલાલે શું કહ્યું...#ambalalpatel #ahmedabadplaneecrash #ahmedabad #gujarat #ZEE24KALAK pic.twitter.com/rSrGiEvlgR
— Zee 24 Kalak (@Zee24Kalak) June 19, 2025
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કરાયેલ ભવિષ્યવાણીઓની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. અંબાલાલ પટેલના મતે ભારત દેશની કુંડળી અને અમદાવાદની કુંડળીમાં 12મી તારીખે મૃત્યુ યોગ થતો હતો, જેના કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી.
પ્રખ્યાત હવામાન અને જ્યોતિષ વિજ્ઞાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે અગાઉ આગાહી કરી હતી કે વિશ્વ અને ભારત માટે જૂન મહિનો ખૂબ જ ચિંતા જનક હોવાનું કહ્યું છે. 7 જૂનથી મંગળ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેની અસર 28 જુલાઈ સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન મંગળ કેતુ સાથે રહેશે, જેના કારણે વિશ્વમાં તણાવભરી અને આગજનીની ઘટનાઓની શક્યતા વધશે. આ આગાહી બાદ જ અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની અને 275 લોકોને પોતાની જિંદગી ગુમાવવી પડી.
હવે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પૂનમની આસપાસ ગ્રહદશા ખુબ જ ખરાબ હતી. સવારના સમયે કર્ક લગ્નમાં માર્ક સ્થાનમાં મંગળ કેતુનો યોગ હતો. 8મે સ્થાને આયુષ્યમાં રાહુનો યોગ બનતો હતો. બપોરે 12 થી 1 વાગ્યાના સમયમાં 12માં પરદેશના સ્થાનમાં મંગળ કેતુનો અંગારક યોગ બનતો હતો. આ ઉપરાંત ચંદ્ર સાથે કેટલાક પાપ ગ્રહો કેન્દ્ર યોગ બનાવી રહ્યા હતા. જેમાં બુધ જેવા ગ્રહોના પ્રતિયોગી બનતો હતો.
ખાસ પ્રકારની માટીના કારણે એર ઈન્ડિયા ક્રેશમાં બચી ગયો રમેશ કુમાર વિશ્વાસનો જીવ!
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચંદ્ર ગુરૂનો પ્રતિ યોગ પૂનમમાં ભરતી ઓટ લાવે છે. પૂનમના કારણે મન-દિમાગને ભ્રમિત કરતો યોગ રહે છે. વિમાન ક્રેશ વખતે આક્રોશ યોગ આ સમયે બનતો હતો. વાયુ યાનનું સ્થળ પતન યોગ થતો હતો. આગ અકસ્માતની દૂર્ઘટનાનો યોગ બનતો હતાો. જેના કારણે કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના બનતી હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, 31 માર્ચથી 19 મે વચ્ચે આસુરી સંપત્તિનો યોગ બનતો હતો. 7 જૂનથી 28 જૂલાઈ સુધી આક્રોશ યોગ બને છે.
'અમારી કોશિશ રહેશે કે...', અમદાવાદ પ્લેન ક્રેશને લઈને પંતે આપ્યું ભાવુક નિવેદન
31 જૂલાઈથી 13 સપ્ટેમ્બર સંહારક યોગ બને છે. નબળા યોગ વચ્ચે ભગવાનની પ્રાર્થના કરવી. સત્વ ગુણ વધારવા હનુમાન ગણેશની પૂજા અને યજ્ઞ કરવા જોઈએ. અંબાલાલે જણાવ્યું હતું કે, 2025 અને આવનાર વર્ષો વિશ્વ માટે નબળા સાબિત થઈ શકે છે. 2026 સુધી આ અસરો યથાવત રહી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુરોપના કેટલાક દેશોમાં ઘટનાઓ વધુ ઉગ્ર બની શકે છે. અમેરિકામાં પણ અનિષ્ટ ઘટનાઓ સર્જાય તેવી શક્યતા છે.
આ વિસ્તારોમાં થોડી જ વારમાં મેઘો બોલાવશે ધડબડાટી! છેલ્લા 24 કલાકમા ક્યાં કેટલો પડ્યો
દુનિયાના દેશોમાં મોટી ઉથલપાથલ થશે
અંબાલાલ પટેલની ભવિષ્યવાણી એવી છે કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમેરિકાની મુશ્કેલી વધી શકે છે. ન ધારેલા પરિણામો આવી શકે છે. આ ઉપરાંત યુરોપ, રશિયા અને યુક્રેનની પણ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાશે. મુસ્લિમ રાષ્ટ્રો એક થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. ભારતમાં જમ્મુ કાશ્મીરનો પર્યટન ઉદ્યોગ ફરી પાછો ધમધમી ઉઠશે. પરંતું પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર ખાસ તકેદારી રાખવી પડશે. દરિયાઈ સીમામાંથી પણ સાવચેતી રાખવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે