Home> Gujarat
Advertisement
Prev
Next

ધોરણ-4 પાસ શાકભાજી વેચનારાએ વડોદરાના નેતાઓ પાસેથી માંગ્યા હતા રૂપિયા, પંજાબથી પકડાયો

Vadodara News : રાહુલ ગાંધીના PAના નામે પૈસા માગતો શખ્સ ઝડપાયો.... શહેર કોંગ્રેસના નેતાઓ પાસે ટિકિટના નામે માગ્યા હતા રૂપિયા... મોવળી મંડળનો ખર્ચ આપશો તો ટિકિટની આપી હતી લાલચ

ધોરણ-4 પાસ શાકભાજી વેચનારાએ વડોદરાના નેતાઓ પાસેથી માંગ્યા હતા રૂપિયા, પંજાબથી પકડાયો

રવિ અગ્રવાલ/વડોદરા :રાહુલ ગાંધીના PAના નામે પૈસા માગતો શખ્સ પંજાબના અમૃતસરથી ઝડપાયો છે. વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓ પાસે ટિકિટના નામે આ શખ્સે રૂપિયા માંગ્યા હતા. મોવળી મંડળનો ખર્ચ આપશો તો ટિકિટ મળશે તેવી લાલચ આપીને તેણે ફોન કર્યા હતા. ત્યારે પંજાબના અમૃતસર ખાતેથી રજન મદાનની પોલીસે ધરપકડ કરી છે. 

fallbacks

મહત્વનું છે કે, વડોદરામાં વાઘોડિયામાં સત્યજીત ગાયકવાડ અને રાવપુરામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે ઉમેદવારી માટે ટિકિટના રૂપિયાની માંગ કરાઈ હતી. રાહુલ ગાંધીના PA કનિષ્કસિંહના નામે બંને નેતાઓ પાસે રૂપિયા મંગાયા હતા. નિરીક્ષકો પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવા માટે બંને નેતાઓને ફોન આવ્યો હતો. છેતરપિંડના પ્રયાસ મામલે બંને નેતાઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધીના પીએના નામે રૂપિયાની માંગણી કરનાર રજત રીઢો ગુનેગાર પકડાઈ ગયો છે. 

2 નેતાઓની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ માટે વડોદરાની સાયબર ક્રાઈમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે વોચ ગોઠવી હતી. જેના આધારે તે પકડાઈ ગયો છે. પોલીસે રજત મદાનને કોર્ટમાં રજૂ કરી 3 દિવાસના રિમાન્ડ મેળવ્યા છે. 

તેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, તેનુ નામ રજતકુમાર પ્રવેશકુમાર મદાન છે. તે શાકભાજીનો હોલસેલના વ્યવસાય સાથે જોડાયેલો છે. રાહુલ ગાંધીના પીએના નામે રૂપિયાની માંગણી કરનાર રજત રીઢો ગુનેગાર છે. તે અગાઉ ઓગસ્ટ 2019માં અમૃતસરના રંજીત એવન્યુ પોલીસ સ્ટેશન અને વર્ષ 2021માં લુધિયાણાના દેહલોન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ NDPSના ગુનામાં પકડાયો હતો. રજતે ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે બીજા પણ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેના બદલામાં કમિશન પેટે પૈસા મળતા હતા. આ બેંક એકાઉન્ટ ખોલીને બીજા આરોપી ગૌરવ શર્માને આપતો હતો. ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપી કેટલાક મોટા ખુલાસા કરી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More