Home> World
Advertisement
Prev
Next

White House Wedding: રાષ્ટ્રપતિ જો બાઇડેનની પૌત્રીએ કર્યાં લગ્ન, વ્હાઇટ હાઉસમાં યોજાયો કાર્યક્રમ

Naomi Biden Wedding: નાઓમીના દાદા-દાદી, રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેન બંને લગ્ન સમારોહમાં હાજર રહ્યાં હતા. આ એક દાયકામાં પ્રથમવાર છે જ્યારે વ્હાઇટ હાઉસમાં એક લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 

White House Wedding: રાષ્ટ્રપતિ જો બાઇડેનની પૌત્રીએ કર્યાં લગ્ન, વ્હાઇટ હાઉસમાં યોજાયો કાર્યક્રમ

વોશિંગટનઃ Naomi Biden Wedding: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની (Joe Biden) પૌત્રી નાઓમી બાઇડેને વ્હાઇટ હાઉસમાં આયોજીત એક સમારોહમાં પીટર નીલ સાથે લગ્ન કર્યાં છે. પીપલ મેગેઝિનના એક રિપોર્ટ પ્રમાણે આ સેરેમની સાઉથ લોનમાં યોજાઈ હતી. આ એક ખાનગી ફંક્શન હતું. વ્હાઇટ હાઉસના ઈતિહાસમાં આ 19મો લગ્ન સમારોહ હતો. 

fallbacks

એક દાયકા બાદ વ્હાઇટ હાઉસમાં લગ્ન સમારો
ઐતિહાસિક કાર્યક્રમમાં નાઓમીના દાદા-દાદી, રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેન હાજર રહ્યાં હતા. પીપલ મેગેઝિન અનુસાર, એક દાયકામાં આ પ્રથમવાર હતું, જ્યારે વ્હાઇટ હાઉસમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ પ્રથમવાર હતું જ્યારે કોઈ રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં ગ્રાન્ડ ચાઇલ્ડના લગ્ન રાષ્ટ્રપતિ ભવનની આસપાસ થયા હોય.

દિવસભર લગ્નની ઉજવણી ચાલી હતી. પીપુલ મેગેઝિને જણાવ્યું કે બાદમાં અહીં એક લંચ થયું હતું, જેમાં પરિવારની નજીકના લોકો સામેલ થયા હતા. ઇવનિંગ રિસેપ્શને એગ્ઝીક્યૂટિવ મેન્શનમાં લગ્ન કાર્યક્રમોનો સિલસિલો સમાપ્ત કરી દીધો.

આ પણ વાંચોઃ Pakistan Army : પાકિસ્તાનના નવા આર્મી ચીફ ભારત માટે બની શકે છે માથાનો દુઃખાવો!

નાઓમી અને પીટરે 2021માં કરી હતી સગાઈ
નાઓમી અને પીટરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા 2021માં પોતાની સગાઈની જાહેરાત કરી હતી. પીપુલ મેગેઝિન અનુસાર તેમણે આ વર્ષની શરૂઆતમાં પોતાના લગ્ન સ્થળની જાહેરાત કરી હતી. 28 વર્ષીય નાઓમી કોલંબિયા કાયદામાં સ્નાતક છે, જ્યારે 25 વર્ષીય પીટરે પણ લોનો અભ્યાસ કર્યો છે અને પૂર્વમાં વ્હાઇટ હાઉસમાં ઇન્ટર્નશિપ કરી ચુક્યો છે. 

નોંધનીય છે કે છેલ્લે વ્હાઇટ હાઉસમાં ઓક્ટોબર 2013માં એક લગ્ન થયા હતા, જ્યારે રાષ્ટ્રપતિ ફોટોગ્રાફર પીટ સૂઝાએ રોજ ગાર્ડનમાં પટ્ટી લીઝ સાથે લગ્ન કર્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More