ઝી બ્યુરો/સુરત: ગેંગ ઓફ સુરત ફિલ્મનો કો પ્રોડ્યુસર જય જીમી પત્ની સાથે બુટલેગીંગમાં ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. સોશિયલ મીડિયા એપ યુટ્યૂબ પર જુડવા તરીકે ઓળખાતા જયનો ભાઈ વિજય પણ વોન્ટેડ જાહેર કરાયો છે. તેમની પાસેથી ₹2.86 લાખનો દારૂ અને બે કાર, મોપેડ સહીત રૂપિયા 10.92 લાખની મતા કબજે કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રથી મુંબઈ-સુરત જવા નહીં લગાવવુ પડે અ'વાદનું ચક્કર; આ પ્રોજેક્ટને અપાઈ મંજૂરી
કારના હપ્તા બાકી હોવાથી જમા થતી કારને બચાવવા નકલી નંબર પ્લેટ લગાડવામાં આવી હતી. નવા બંધાતા એમએમસીના પાર્કિંગ પાસે પોલીસે રેડ કરી હતી. જય વર્ષ 2012થી બુટલેગર છે. અત્યાર સુધી નવ વખત પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે.
સૌથી ભયંકર ચક્રવાતી તોફાનની ભયાનક આગાહી! ગુજરાત સહિત આ 24 રાજ્યોમાં શું થશે અસર?
જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો!
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આ ઘટનામાં હોળી-ધૂળેટીના તહેવાર માટે દારૂ શહેરમાં લાવવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. આ સાથે તે કાર લે-વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ આ દારૂના ધંધામાં ભાગીદાર છે.
આવી કરાઈ છે ભયાનક આગાહી! ગુજરાતના આ વિસ્તારમાં બપોરે 1થી 5 બહાર ન નીકળવા અપીલ
ટુ-વ્હીલર પર દારૂનું કાર્ટીંગ કરતા હતા
ગુજરાતી આલબમના એકટર અને લિસ્ટેડ બુટલેગર જય ઉર્ફે જયલો ભાણજી બારૈયા(36) તેની પત્ની મીનાક્ષી જયલો બારૈયા(32)(રહે,આદર્શનગર સોસા,વરાછા. મૂળ રહે,દયાળ કોટડા,ભાવનગર)સાથે અપટુડેટ તૈયાર થઈ કારમાં ચોરખાનું બનાવી દમણથી 2.86 લાખનો વિદેશી દારૂ લઈને આવ્યા હતા. દંપતીએ કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે રવિપાર્ક સોસાયટી પાસે ગાડી પાર્ક કરી ટુ-વ્હીલર પર દારૂનું કાર્ટીંગ કરતા હતા.
આ ઘટના વાંચીને ધ્રુજી જશો! અશ્લિલ વીડિયો બનાવી સગીરે મિત્રો સાથે અવારનવાર શરીરસુખ..
6 જણાને વોન્ટેડ જાહેર કર્યા
કાપોદ્રા, ખજોદ ચાર રસ્તા અને સચીન જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી પીસીબી અને કાપોદ્રા પોલીસે 35.28 લાખના વિદેશી દારૂ સાથે દંપતી સહિત 4ને પકડી પાડયા છે. સાથે દારૂ, કાર, ટેમ્પો, બાઇક, મોબાઇલ દારૂ સહિત 51.48 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જયારે 6 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે