ઝી બ્યુરો/કચ્છ: મોબાઈલ ગેમને કારણે બાળકોમા વધતી આક્રમકતા સમાજ માટે આઘાતજનક છે. વાગડના બેલામા આવા જ બનાવ બાળકોને મોબાઈલ ગેમ માટે પ્રોત્સાહિત કરતા અથવા સાથ આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન છે. રાપર તાલુકાના બેલા ગામમાં સગીરવયના ત્રણ બાળકોએ પોતાના 13 વર્ષિય મિત્ર પ્રવીણ નામેરી રાઠોડની તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા નીપજાવી હોવાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે.
સૌથી ભયંકર ચક્રવાતી તોફાનની ભયાનક આગાહી! ગુજરાત સહિત આ 24 રાજ્યોમાં શું થશે અસર?
આ મામલે પોલીસ ભોગ બનનારના ભાઈ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીર વયના બાળકોને રાઉન્ડ અપ કર્યા છે અને તેમની પ્રાથમિક પુછપરછમાં મોબાઇલમા ફાયર ગેમની આઈડી માંગી હતી તે ન આપતા બગીચામાં બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો હતો.
આ ઘટના વાંચીને ધ્રુજી જશો! અશ્લિલ વીડિયો બનાવી સગીરે મિત્રો સાથે અવારનવાર શરીરસુખ..
નાના ગામમાં બનેલા આ બનાવથી સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મોબાઇલ ગેમની અનેક આડ અસરો છે ત્યારે વાલીઓ દ્વારા પોતાના બાળકો મોબાઈલમા ગેમ રમતા હોય તો સાવધાની રાખવાનો સમય છે. આ અંગે ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે બાળકની હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળકોને રાઉન્ડ અપ કર્યા છે.
સૌરાષ્ટ્રથી મુંબઈ-સુરત જવા નહીં લગાવવુ પડે અ'વાદનું ચક્કર; આ પ્રોજેક્ટને અપાઈ મંજૂરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે