Home> Gujarat
Advertisement
Prev
Next

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું? મહા હેતવાળી દયાળી જ મા,તું! આખરે સુરત પોલીસે માતા સાથે બાળકનું કરાવ્યું મિલન

સુરત સિવિલ હોસ્પિલટ તંત્રની ગંભીર બેદરકારી અને સુરક્ષાના પોકળ દાવા વચ્ચે વધુ એક વખત નવજાત શિશુની ચોરી થવાની ઘટના બની હતી. ગત સાંજે માત્ર પાંચ કલાક પહેલા જ જન્મેલા નવજાતનું એનઆઈસીયુ વોર્ડમાંથી અજાણી મહિલા ચોરી કરીને નાસી ગઈ હત

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું? મહા હેતવાળી દયાળી જ મા,તું! આખરે સુરત પોલીસે માતા સાથે બાળકનું કરાવ્યું મિલન

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત સિવિલ હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી હતી. બાળક ચોરીની જાણ થતાં જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયાં હતાં. પોલીસે ગણતરી ના કલાકોમાં જ બાળકને નવાગામ ડીંડોલીમાંથી શોધી મહિલાની ધરપકડ કરી છે. મહિલાને સંતાનો હોવા છતાં તેને બાળકની ચોરી કરી હતી. 

fallbacks

બાળક ચોરી થવાની ઘટનાને પગલે એક બાજુ પરિવારમાં ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. જયારે સિવિલ હોસ્પિટલ તંત્રની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી ક્ષતિ થઇ હતી. આ બનાવ સામે આવતા જ ખટોદરા પોલીસ એકશન મોડમાં આવી ગઈ હતી. અને અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.આખરે પોલીસની મેહનત રંગ લાવી. કલાકોની શોધખોળ બાદ ડિંડોલી વિસ્તારમાંથી બાળકની ચોરી કરનાર મહિલાની અટક કરી તેના કબજમાંથી બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો

પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોવર્ધન નગરમાં રહેતા ધીરજ શુકલાની પત્ની સંધ્યાને ગર્ભવતી હતી અને નવમો મહિનો ચાલી રહ્યો હત. ગઈ કાલે બપોરે સંધ્યાને પ્રસુતિ પીડા ઉપડી હતી.જેથી પરિવારજનો તેણીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.જયા સાંજે લગભગ ૭ વાગ્યે સંધ્યાની ડિલિવરી થઇ હતી અને તેણીને એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.જોકે ત્યાર બાદ બાળકને પહેલા માળે આવેલ એનઆઈસીયુ વોર્ડમાં કાંચની પેટીમાં મુકવામા આવ્યું હતું.ત્યાંથી એક અજાણી મહિલા આ બાળકને ચોરી કરીને નાસી ગઈ હતી.સિક્યુરિટીના પોકળ દાવા વચ્ચે એક અજાણી મહિલા બાળકને ચોરી કરી જતા સુરક્ષા વ્યવસ્થાઓ ઉપર સવાલો ઉઠવા પામ્યા હતા.જયારે બીજી માત્ર પાંચ કલાક પહેલા અને પ્રથમ પ્રસુતિથી જન્મ લેનાર શિશુ ચોરાઈ જતા માતા પિતા સહિત પરિવાજરનો બહુજ ચિંતામાં આવી ગયા હતા

પરિવારે પહેલા તો જાતે જ સિવિલ હોસ્પિટલમાં બાળકની શોધખોળ કરવામાં આવી હતી. સિક્યુરિટીને પણ જાણ કરવામાં આવી હતી.જોકે આ ઘટના બાદ સિવિલ તંત્ર પણ હરકત આવી ગયું હતું.પરંતુ બાળકની કોઈ ભાળ નહીં મળી હતી .રાત્રે નવેક વાગ્યે પરિવારજનો દ્વારા ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ખટોદરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી તેમજ સ્ટાફ અને બાળકના પરિવારજનોની પણ જરૂરી પુછપરછ કરવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલથી લઈને જુદી જુદી દિશાના સીસીટીવી કેમેરા ચેક કરવા સહિત તપાસ કરવામાં આવી હતી અને આખરે પોલીસને સફળતા મળી હતી.પોલીસે ડીંડોલી વિસ્તારમાંથી રહેતી મહિલાના ઘરમાં ઘુસી ત્યાંથી તેને દબોચ્યો હતો.અને તેના કબ્જા માંથી બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો હતો.

શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ લક્ષ્મીનારાયણ નગરમાં રહેતી ગીતા રાજા નામની મહિલાને ત્રણ સંતાન હોવા છતાં તેણે સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી કરી હતી. આ મહિલા એક વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી. પરંતુ કોઈ કારણોસર નવી સિવિલ હોસ્પિટલમાંથી તેને કાઢી મૂકવામાં આવી હતી. અવર નવર તે સિવિલ હોસ્પિટલમાં આવતી રહેતી હતી. ગતરોજ પાંચ કલાક પહેલા જન્મેલો બાળક પોતાના સંબંધી સાથે હતો અને બાળક રડવા લાગ્યો હતો. ત્યારે આ મહિલાએ સંબંધી પાસેથી બાળકને ચૂપ કરાવીને આપું છું તેમ કહીને લઈ લીધું હતું.આરોપી મહિલાએ બાળકને શાંત કરાવી પરિવારને સોંપી દીધો હતો. પરિવાર બાળકને એકલું છોડીને નીચે કોઈ કામ અર્થ ગયા હતા. તે દરમિયાન આરોપી મહિલા બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. 

સિવિલ હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થવાની જાણ થતાં જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયાં હતાં.ગત રાત્રીથી લઈને સવાર સુધી પોલીસે સતત સીસીટીવી ચેક કર્યા હતા.ખટોદરા પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમો બાળકને શોધવામાં લાગી હતી.ત્યારે આ મહિલા સિવિલ હોસ્પિટલમાં જ અગાઉ કામ કરતી હોવાનું સામે આવતા પોલીસે સિવિલ હોસ્પિટલના રેકોર્ડ રૂમમાંથી તેના પુરાવા શોધ્યા હતા.ઘરનુ સરનામું મળી આવતા પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવી ડીંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ લક્ષ્મીનારાયણ નગર ખાતે પોલીસ પહોંચી હતી. જ્યાં સીસીટીવીમાં બાળક ચોરીને કરીને લઈ જતી મહિલા મળી આવી હતી. પોલીસે મહિલા ને બાળક વિશે પૂછતા પહેલા તો તેને કોઈ જવાબ સરખો આપ્યો ન હતો. બાદમાં પોલીસે તપાસ કરતાં બાળક બાજુના જ રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી નવજાત બાળકને સલામત રીતે નવી સિવિલ હોસ્પિટલના NICU માં દાખલ કરી પરિવારને સોંપ્યો છે. 

મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુ ચોરી થયાની આ ઘટના પહેલી નથી. અગાઉ પણ બે- ત્રણ વખત લેબર રૂમ સહિતના વિભાગોમાંથી બાળકો ચોરાયા છે.જોકે આ તમામ ઘટનાઓમાં પોલીસની મહેનતથી જ ચોરાયેલા બાળકો સુરક્ષિત મળી આવ્યા છે.પરંતુ નવજાત શિશુઓની સુરક્ષાને લઈને વધુ એક વખત સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી ક્ષતિ થઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More