IPL 2025 KKR vs RCB : IPL 2025ની શરૂઆત આજથી ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની ટક્કર સાથે થશે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચેની મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે આ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે શનિવાર સુધી ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે હળવો કે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
ઈરફાન પઠાણને મળી સજા ! IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી નામ ગાયબ
કોલકાતામાં મેચ ધોવાઈ જવાનો ખતરો
એક્યુવેધરના રિપોર્ટ અનુસાર, આજે કોલકાતામાં વરસાદની 90 ટકા સંભાવના છે. ક્રિકેટ ચાહકો માટે આ સમાચાર ખૂબ જ ખરાબ છે. KKR vs RCB મેચ માટે સાંજે 7 વાગ્યે ટોસ થશે અને મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. IPL લીગ સ્ટેજની મેચોમાં એક કલાકનો વધારાનો સમય મળે છે, જેનો અર્થ એ છે કે જો મેચ મોડી શરૂ થાય છે, તો ઈનિંગ દીઠ પાંચ ઓવરની રમત મધ્યરાત્રિ 12 સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે. જો મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.
જો મેચમાં કોઈ ગરબડ થશે તો પરિણામ આ રીતે આવશે
તમને જણાવી દઈએ કે IPL 2025ની ગ્રુપ મેચો માટે રિઝર્વ ડેનો કોઈ નિયમ નથી. જો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની IPL મેચ રદ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. જો કે, અમ્પાયર અને મેચ અધિકારીઓ મેચને પૂર્ણ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. મેચનું પરિણામ નક્કી કરવા માટે, રમત નિર્ધારિત અંતિમ સમયથી 60 મિનિટ સુધી લંબાવી શકાય છે.
પાકિસ્તાની ક્રિકેટરની નાપાક હરકત...અમેરિકામાં એક દુકાનદારને લગાવ્યો ચૂનો
5-5 ઓવરની મેચનું આયોજન કરવાનો પ્રયાસ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચનું પરિણામ નક્કી કરવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. IPL 2025માં 5-5 ઓવરની મેચો માટેનો કટ-ઓફ સમય રાત્રે 10:56 વાગ્યાનો છે, જ્યારે મેચ રાત્રે 12:06 વાગ્યે સુધીમાં સમાપ્ત કરવાની રહેશે. આ મેચ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 26 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરવો પડશે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) 28 માર્ચે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે, જો વરસાદ પડે તો આ કાર્યક્રમને પણ અસર થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે