Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: નિકોલમાં અપંગ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે

નિકોલ વિસ્તારમાં વિકલાંગ યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યા કેસમાં પકડાયેલ આરોપી બીજું કોઈ નહીં તેના જ મિત્ર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારો મિત્રની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. શહેરના નિકોલ વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું. નિકોલ મનોહર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા મગા પટણી મળવા તેનો મિત્ર કાલુ મારવાડી તેના ઘરે આવ્યો હતો. 

અમદાવાદ: નિકોલમાં અપંગ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે

મૌલિક ધામેચા/અમદાવાદ : નિકોલ વિસ્તારમાં વિકલાંગ યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યા કેસમાં પકડાયેલ આરોપી બીજું કોઈ નહીં તેના જ મિત્ર હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારો મિત્રની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. શહેરના નિકોલ વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું. નિકોલ મનોહર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા મગા પટણી મળવા તેનો મિત્ર કાલુ મારવાડી તેના ઘરે આવ્યો હતો. 

fallbacks

માંડવીના નાયબ મામલતદારની ગાડીનો ડમ્પર સાથે અકસ્માત, દંપત્તીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

મંગા પટનીને કહ્યું કે ચાલ ચક્કર લગાવીને આવીએ જેથી બંને મિત્રો ચક્કર લગાવ્યા ગયા હતા. જો કે મોડી રાત સુધી મગો પટની ઘરે પરત ન આવતાં પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મનોહર ચાર રસ્તા પાસે આવેલ ખુલ્લા મેદાનમાં વિકલાંગ યુવક મંગા પટની  લાશ માટી નીચે દબાઇ હાલતમાં મળી આવી હતી. 

અમદાવાદમાં જો કોઇ અચાનક તમારી માફી માંગે તો ચેતજો નહી તો થશે લાખો રૂપિયાનું નુકસાન

આ હત્યા બીજા કોઈએ નહીં પણ તેના જ મિત્ર કાળું મારવાડીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક મગો પટણી અને આરોપી કાલુ મારવાડી બંને મનોહર ચાર રસ્તા પાસે રહેતા હતા. અને છેલ્લા ઘણા સમયથી બંને પરિચિત હોવાથી મિત્રો હતા. જોકે આ મિત્રતા જ જાનની દુશ્મન બની બુધવારે રાત્રે કાલુ મારવાડી મંગા પટનીને ચક્કર મારવાનું કહીને નીકળ્યો હતો. બંને મનોહર વિલા પાસે ખુલા મેદાનમાં બેસ્યા હતા. મંગા પટની દારૂના નશાની હાલતમાં હોવાથી તેના મિત્ર કાલુ મારવાડીને બીભત્સ ગાળો આપી હતી આજ વાતને લઈને કાળું અને મગા પટની વચ્ચે ઝઘડો થયો હતો. ઉશેકરાઈ જઈને કાલુ મારવાડી એ મગા પટનીને માથાના ભાગે પથ્થરના ઘા મારી તેની હત્યા કરી લાશને જમીનમાં દાટી દીધી હતી. 

ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી, વિશ્વામિત્રી બની ગાંડીતૂર

જોકે હત્યારા મિત્રને કાલુ મારવાડીની પોલીસે ધરપકડ કરી છે. વિકલાંગ મંગા પટેલની હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? સાથે જ હત્યા કરવા પાછળનું અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More