Home> Gujarat
Advertisement
Prev
Next

માંડવીના નાયબ મામલતદારની ગાડીનો ડમ્પર સાથે અકસ્માત, દંપત્તીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. કામા સવાર માંડવીના મહિલા નાયબ મામલતદાર સીમા દેશમુખ અને તેમના પતિ સંદીપ દેશમુખનું કમકમાટીપુર્ણ મોત નિપજ્યું હતું. હાલ માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે. મળતી માહિતી અનુસાર મહિલા નાયબ મામલતદારના પતિ સૂમૂલ ડેરીના કર્મચારી હતા. 

માંડવીના નાયબ મામલતદારની ગાડીનો ડમ્પર સાથે અકસ્માત, દંપત્તીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

માંગરોળ : માંગરોળ તાલુકાનાં વાંકલ ઝંખવાવ ગામના બહારના રસ્તા પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. કામા સવાર માંડવીના મહિલા નાયબ મામલતદાર સીમા દેશમુખ અને તેમના પતિ સંદીપ દેશમુખનું કમકમાટીપુર્ણ મોત નિપજ્યું હતું. હાલ માંગરોળ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે. મળતી માહિતી અનુસાર મહિલા નાયબ મામલતદારના પતિ સૂમૂલ ડેરીના કર્મચારી હતા. 

fallbacks

અમદાવાદમાં જો કોઇ અચાનક તમારી માફી માંગે તો ચેતજો નહી તો થશે લાખો રૂપિયાનું નુકસાન

વહેલી સવારે માંગરોળ તાલુકામાં સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. વાંકલ ઝંખવાવ ગામ નજીક એક ડમ્પરે ગાડીને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપત્તીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડમ્પર પણ પલટી ગયું હતું. ગાડીનો ખુડદો બોલી ગયો હતો. બંન્નેના મૃતદેહોને બહાર કાઢવા માટે પણ ગાડીના પતરા કાપવા પડ્યા હતા. 

ફરી એકવાર વડોદરા શહેર ડૂબવામાં માત્ર 3 ફૂટનુ અંતર બાકી, વિશ્વામિત્રી બની ગાંડીતૂર
સીમા અને સંદીપ દેશમુખ અંકલેશ્વર રહેતા હતા. માંડવી પોતાની ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઇ રહ્યાહતા. જો કે વચ્ચે તેમને ગોઝારો અકસ્માત નડ્યો હતો. બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More