અમદાવાદ : શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Gujarat Corona Update: નવા 1020 કેસ, 898દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા
ક્રાઇમબ્રાંચે રામોલ ચોકડી પાસે 6.89 લાખનાં 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી એક્સેસ વાહન પર ગાંજો લઇને જતો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રામોલ તરફ એક વ્યક્તિને ગાંજો લઇને પસાર થવાનો છે. જે બાતમીના આધારે એક્સેસ વાહન પર આવતો દેખાયો હતો.
અમદાવાદ: GTU ડિપ્લોમાં UG ના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ
પોલીસે રામોલથી જશોદાનગર સુધી તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો. પોલીસે મહંમદ જાવેદ ઉર્ફે ફજુન શેખ (રહે. નવાબની ચાલી, બાબખાનના બંગલા સામે, શાહઆલમની) ધરપકડ કરી તેની પાસે રહેલા બે થેલામાંથી કુલ 20 કિલો 6.24 લાખનો ગાંજો જપ્ત કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે