નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ના ભૂમિ પૂજન (Bhumi Pujan)માં હવે થોડા કલાકો બાકી છે. માત્ર દેશ જ નહીં પરંતુ આખું વિશ્વ તે ક્ષણની રાહ જોઇ રહ્યું છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના હાથથી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. તે દરમિયાન, ભૂમિ પૂજનને લઇને ભાજપના વરિષ્ઠ નેતા અને રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરા લાલકૃષ્ણ અડવાણી (LK Advani)એ પહેલીવાર મૌન તોડ્યું.
આ પણ વાંચો:- સુશાંત સિંહ કેસમાં પ્રથમ વખત આવ્યું આદિત્ય ઠાકરેનું રિએક્શન, ટ્વીટમાં કહી આ વાત
અડવાણીએ ભૂમિ પૂજનના એક દિવસ પહેલા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો તે માત્ર મારા જ નહીં પરંતુ તમામ ભારતીયો માટે ઐતિહાસિક અને ભાવનાત્મક દિવસ છે.
તેમણે કહ્યું, 'મારું માનવું છે કે રામ મંદિર ભારતને એક મજબૂત, સમૃદ્ધ અને સુખી રાજ્ય તરીકે રજૂ કરશે. જ્યાં બધાને ન્યાય મળશે અને ત્યાં કોઈ અલગતા રહેશે નહીં.
આ પણ વાંચો:- કોરોનાના એક્ટિવ કેસ સામે બમણી સાજા થતા લોકોની સંખ્યા, વેક્સીનને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે કહી આ વાત
તેમણે વધુમાં કહ્યું કે ભગવાન રામ નમ્ર ભાવના, ગૌરવ અને સૌજન્યના ગુણો ધરાવે છે અને હું માનું છું કે, આ મંદિર તમામ ભારતીયોને તેમના ગુણો આત્મસાત કરવા પ્રેરણારૂપ બનશે.
વરિષ્ઠ નેતાએ કહ્યું કે હું નમ્રતાથી ભરશ કે નિયતિએ મને 1990 માં રામ જન્મભૂમિ આંદોલનમાં રામ રથયાત્રા દ્વારા મારી મહત્વપૂર્ણ જવાબદારી પૂરી કરવાની તક આપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે