મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા એશ્વર્યા ફ્લેટમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવા આવેલા શખ્સો એક-બે નહીં પરંતુ દસથી વધુ શખ્સો એકાએક ફ્લેટમાં ઘૂસી જઇ યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા.
વધુમાં વાંચો: સુરતીઓ સાવધાન: મહેમાનની ગાડી સોસાયટી/ફ્લેટ બહાર પાર્ક કરાવી તો થશે કાર્યવાહી
જોકે જોધપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચે ત પહેલાં જ મારામારી કરવા આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. પરંતુ તેમની હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ત્યારે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, એશ્વર્યા ફ્લેટમાં દંડો તેમજ તીક્ષ્ણ હથિયાર લઇને ઘૂસી આવેલા આ શખ્સો પડોશમાં રહેતા આધેડને પણ ધમકાવવાનું છોડતા નથી.
જો કે, આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલીક ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ શખ્સો કોણ છે અને ક્યાંથી આવ્યા હતા તેની વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે આ યુવકોની ઓળખ કરી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે