Home> Gujarat
Advertisement
Prev
Next

મિત્ર જ બન્યો મિત્રનો હત્યારો: જુની અદાવતામાં માર્યા છરીના ઘા, યુવકનું મોત

ગોમતીપુરમાં રહેતા પરેશ ઉર્ફે ભુરિયો અને કરીમ વચ્ચે લગભગ 8 મહિના પહેલા રૂપિયા 2 હજારની લેતીદેતીમાં છરીના ઘા માર્યો હતો. જોકે તેની અદાવત બંને વચ્ચે ચાલી રહી હતી.

મિત્ર જ બન્યો મિત્રનો હત્યારો: જુની અદાવતામાં માર્યા છરીના ઘા, યુવકનું મોત

મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં ફરી એકવાર ખુની ખેલ ખેલાયો છે. પૈસાની લેતીદેતીમાં થયેલા ઝઘડામાં ગઇકાલ સવારે બે મિત્રો વચ્ચે સમાધાન થયું હતું. જોકે, એ જ ઝગડાની અદાવતામાં સાંજે એક મિત્રએ તેના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે.

fallbacks

વધુંમાં લાચો: અમદાવાદ: યુવક પર ટોળાએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ

ગોમતીપુરમાં રહેતા પરેશ ઉર્ફે ભુરિયો અને કરીમ વચ્ચે લગભગ 8 મહિના પહેલા રૂપિયા 2 હજારની લેતીદેતીમાં છરીના ઘા માર્યો હતો. જોકે તેની અદાવત બંને વચ્ચે ચાલી રહી હતી. ત્યાંરે ગત સવારે બંને વચ્ચે સમાધાન થયુ હતુ. જોકે, સાંજે બંને મિત્રો ગોમતીપુરમાં વાડિલાલ આઇસ ફેક્ટરી પર આવ્યા હતા.

જ્યાં કરીમે જૂના ઝઘડાની અદાવત રાખીને પરેશને છરીના ઘા માર્યા હતા. જો કે, આ ઘટનાના કેટલાક અંશો સીસીટીવીમાં પણ કેદ થયા હતા. સમગ્ર ઘટનામાં ગંભીર રીતે ઘાયલ પરેશ ઉર્ફે ભુરિયાનું સરવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી વિરદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More