Home> Gujarat
Advertisement
Prev
Next

માનીતાઓને વિધાનસભામાં લઈ જવું ભાજપને ભારે પડ્યું, વિક્રમ ઠાકોર બાદ અમદાવાદની બહેનો રીસાઈ

Ahmedabad BJP : અમદાવાદમાં ભાજપના માનીતા કાર્યકરોને જ વિધાનસભા સત્રમાં લઈ જવાતાં વિવાદ... કાર્યકર્તા બહેનોનો વ્હોટ્સએપ ગ્રૂપમાં બળાપો ઠાલવ્યો

માનીતાઓને વિધાનસભામાં લઈ જવું ભાજપને ભારે પડ્યું, વિક્રમ ઠાકોર બાદ અમદાવાદની બહેનો રીસાઈ

Gujarat Politics : લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરની ગુજરાત સરકાર સામેની નારાજગી યથાવત છે. ગુજરાત વિધાનસભામાં આવવાનું આમંત્રણ છતાં વિક્રમ ઠાકોર ન પહોંચ્યા. ત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાની વિઝીટનો મુદ્દો રાજકીય બની ગયો છે. અમદાવાદ ભાજપમાં માનીતા કાર્યકરોને જ વિધાનસભા સત્ર જોવા માટે બોલાવાતા સોશિયલ મીડિયામાં મેસેજિસ ફરતા થયા છે. 

fallbacks

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ભાજપના ધારાસભ્યો તેમના વોર્ડના અને વિધાનસભાના કાર્યકર્તાઓને સત્રની કામગીરી કેવી રીતે ચાલે છે તે નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવે છે. જેમાં અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય કંચનબેન રાદડિયાની સૂચનાથી ઠક્કરબાપાનગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની અને સૈજપુર વોર્ડના કાર્યકર્તાઓ વિધાનસભા નિહાળવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો. 

આ કાર્યક્રમમાં વ્હાલાદવલાઓની નીતિ અપનાવાતા કેટલાક કાર્યકર્તાઓ ગુસ્સે થયા હતા. જેમાં ખાસ કરીને મહિલા કાર્યકર્તાઓએ રોષ દાખવ્યો હતો. તેમણે વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ દ્વારા પોતાનો બળાપો ઠાલવ્યો હતો. મહિલાઓએ લખ્યું કે, બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યાં છે, પ્રમુખસાહેબ આવું ન ચાલે.

કથાકાર જિગ્નેશ દાદાએ હોસ્પિટલથી બહાર આવીને ભક્તોને આપ્યો સંદેશ, ચાલુ કથામાં બગડી હતી

તો કેટલીક મહિલાઓએ લખ્યું કે, કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે, આવી રીતે જવાનું હોય તો સૂચના ના આપે, જય હો વહાલાં-દવલાં કરવાવાળા લોક પ્રતિનિધિઓ.

આમ, ગુજરાત વિધાનસભા નિહાળવાના કાર્યક્રમમાં પણ ભાજપનો આંતરિક કકળાટ સામે આવી ગયો હતો. વિધાનસભામાં ભાજપના કાર્યકર્તાઓ સ્થાનિક ધારાસભ્યો અને નવા બનેલા વોર્ડ પ્રમુખોથી પણ નારાજ છે.     

વિક્રમ ઠાકોરની ગેરહાજરી પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અધ્યક્ષ શંકર ચૌધરીએ લોકશાહીની સમજણ આપવાના ઉમદા આશયથી લોકોને આમંત્રણ આપ્યું હતું. મોબાઈલ થકી ઈલેક્ટ્રોનિક રીતે આમંત્રણ અપાયું હતું. વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે. આવતીકાલે અંતિમ દિવસ છે તેથી હાજરી આપે. પ્રેક્ષક દીર્ઘામાં બેસી પ્રક્રિયા નીહાળી શકે છે. 

ગુજરાતના આ 3 શહેરોમાં રૂપિયા વગર મળી જશે દારૂની પરમિટ, સરકારે ખુદ કર્યો ખુલાસો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More