Viral Video: અમેરિકાના ટેક્સાસના એક એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા અચાનક પોતાના કપડા ઉતારીને હિંસક બની ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ ઘણા લોકોને ઘાયલ કર્યા હતા અને તેણે દાંતથી લોકોને કરડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાને દેવી વિનસ ગણાવતી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ફેમસ ખુબસુરત અભિનેત્રીનો 14 મિનિટનો પ્રાઈવેટ વીડિયો લીક, સોશિયલ મીડિયામાં ખળભળાટ
આ ઘટના 14 માર્ચે ટેક્સાસના ડલ્લાસ પોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બની હતી. મહિલાની ઓળખ સામંથા પમા તરીકે થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા પર આરોપ છે કે તેણે પોતાની જ પેન્સિલથી એરપોર્ટ રેસ્ટોરન્ટના મેનેજરને માથા અને ચહેરા પર ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય તેના પર એક વ્યક્તિના હાથને ખરાબ રીતે કરડવાનો પણ આરોપ છે.
ભારે વરસાદની સાથે જોરદાર તોફાન અને અતિવૃષ્ટિનું એલર્ટ, આ વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા સંપૂર્ણપણે નગ્ન છે અને પાણી ફેંકી રહી છે. તે ટીવી સ્ક્રીન તોડીને અશ્લીલ હરકતો કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પર હાજર એક મહિલાએ પમાને કોટ પણ આપ્યો, જેના પછી તે ભાગીને અવાજ કરવા લાગી. પોલીસને ટર્મિનલ Dના ગેટ D1 પર પમા મળી આવી. ખાસ વાત એ છે કે તે લોહીથી લથપથ હતી, પરંતુ તે કથિત રીતે તેમનું ન હતું.
IPL 2025ની છઠ્ઠી મેચમાં આખરે નવા નિયમનો થયો ઉપયોગ, રાજસ્થાન રોયલ્સ બની પ્રથમ ટીમ
આ કૃત્ય બાદ પમાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તે દિવસે તે દવા લઈ શકી ન હતી. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે કયા રોગની દવા લેતી હતી. તેણે પોલીસને એવી પણ માહિતી આપી છે કે તે તેની 8 વર્ષની પુત્રી સાથે મુસાફરી કરી રહી હતી. વ્યસ્ત એરપોર્ટ પર આવા વર્તનનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
કેમ થઈ સૌરભની ઘાતકી હત્યા? આખરે સાહિલના નાનીએ જણાવી દીધુ કારણ! તેને ઔરતનો....
એવું કહેવામાં આવી રહ્યું છે કે પમા કોઈ માનસિક બીમારીનો શિકાર હોઈ શકે છે, પરંતુ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. પોલીસ તરફથી તપાસ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે