Home> Gujarat
Advertisement
Prev
Next

એક પિતાની વેંદના સાંભળીને તમારું હૃદય કંપી જશે! કહ્યું- આમથી તેમ રખડ્યા પણ છેલ્લે સાચી સારવાર તો અમને....

Ahmdabad News: નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળીમાં ફસાઇ ગયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોને સફળ સર્જરી કરીને દૂર કર્યો. દર વર્ષે ૨ થી ૮ જુનના અઠવાડીયા ને બાળરોગ સર્જરી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.

એક પિતાની વેંદના સાંભળીને તમારું હૃદય કંપી જશે! કહ્યું- આમથી તેમ રખડ્યા પણ છેલ્લે સાચી સારવાર તો અમને....

Ahmdabad News: કારપેન્ટરનુ કામ કરતા મંગરોળ, જુનાગઢ ના રહેવાસી એવા જુનેદ યુસુફ અને  તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા 15  દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢ માં બાળરોગ તજજ્ઞ ને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક હોવાની માલુમ પડ્યુ હતુ. જુનેદ ભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની જ્યાં સારવાર અર્થે બાળક ને લઇ આવતા તારીખ ૩ જૂન, ૨૦૨૫ ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગ માં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યુ. 

fallbacks

21મી વખત ડિવિડન્ડ આપશે ટાટા ગ્રુપની કંપની, 1 શેર પર 75 રૂપિયાનો ફાયદો

સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા  ડૉ. રાકેશ જોશી  તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફ ની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપુર્વક બહાર કાઢવામા આવ્યો. ઓપરેશન પછી બાળકની તબીયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટુંક સમય માં તેને હોસ્પિટલ માં થી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરો એ જણાવ્યુ હતુ.

ગોલ્ડ લોન અંગેના નવા નિયમો...નાના અને સિમાંત ખેડૂતો માટે લાવશે મોટી મુશ્કેલી, જાણો

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપુર્વક ની સારવાર નો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનુ  જીવંત ઉદાહરણ છે. ડો. જોષી એ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યુ હતુ કે, બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ (IAPS) દ્વારા બાળરોગ અંગે ની સર્જિકલ બિમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવા માટે ની એક વાર્ષિક પહેલ છે. જે દર વર્ષે જૂન મહીનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” રાખવામાં આવી છે. 

બોલરો બોલિંગ કરતી વખતે ઘણીવાર શૂઝમાં કાણું કેમ પાડે છે ? કારણ જાણીને ચોંકી જશો

બાળરોગ સર્જરી સપ્તાહ પ્રસંગે નાના બાળકો ધરાવતા તમામ માતા પિતાને બાળકોમાં થતી જન્મજાત ખામીઓ તેમજ અન્ય બાળ સર્જીકલ બીમારી ઓ વિશે જાગ્રુત રહી પોતાના બાળક માં આવા કોઇપણ લક્ષણ કે તકલીફ જણાય તો તુરંત જ બાળરોગ સર્જન નો સંપર્ક કરવી જોઇએ જેથી વહેલી તકે આવી બીમારી નુ નિદાન કરી બાળક ની સમયસર યોગ્ય સારવાર થઇ શકે તેમ ડો. જોષી એ લોકોને સંદેશ આપ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More