ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ શહેરના બેચર રોડ પર એક એપાર્ટમેન્ટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ મામલે વલસાડ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસમા બહાર આવ્યું હતું કે ચોરીને અંજામ આપનાર આરોપીઓ સગા સસરા જમાઈ છે. સસરા જમાઇની જોડીએ મળી માત્ર ગણતરીની મિનિટોમાં જ લાખોની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. ગુનાઓની દુનિયામાં ધોત્રે ગેંગના આ કારનામાઓ અનેક વખત પોલીસ ચોપડે પણ નોંધાઈ ચૂક્યા છે. શું હતી આખી ઘટના.?? ને કેવી રીતે આપ્યો હતો ચોરીને અંજામ???
વલસાડ શહેરના બેચર રોડ પર આવેલા રોયલ એપાર્ટમેન્ટમાં ગઈ ત્રીજી મેના રોજ એક બંધ ફ્લેટમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી ..આ ફ્લેટમાં રહેતો પરિવાર બહાર ગયો હતો એ વખતે જ બંધ ફ્લેટમાંથી કોઈ અજાણ્યા ઈસમો તાળું તોડી અંદર પ્રવેશ કરી ₹10.97 લાખની હિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી અને પલવારમાં જ ફરાર થઈ ગયા હતા.
બનાવ બાદ વલસાડ સીટી પોલીસ સહિત જિલ્લા ભરની પોલીસની ટીમો આ લાખોની ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગી હતી. આખરે ગણતરીના દિવસોમાં જ વલસાડ સીટી પોલીસને સફળતા મળી છે.. આ ચોરીના સામેલ એક આરોપી ને ભરૂચ થી ઝડપી લેવાયો છે. ભરૂચ એલસીબી પોલીસ પાસેથી વલસાડ સીટી પોલીસે આરોપીનો કબજો લઈ તેને વલસાડ લાવી ઊંડાણપૂર્વક તપાસ સરુ કરી છે. પ્રાથમિક તપાસમાં લાખોની ચોરી કરનાર કરવામાં બે આરોપીઓ સામે હતા. જેમાં રાહુલ મોપનાર અને શિવા ધોત્રે આ બંને આરોપીઓએ મળી અને ચોરીને અંજામ આપ્યો હતો
આપને જાણીને નવાઈ લાગશે કે આ બંને આરોપીઓ સગા સસરા અને જમાઈ છે. આમ સસરા જમાઈની જોડીએ ગણતરીની મિનિટોમાં જ લાખોની ચોરી ને અંજામ આપી પોલીસને દોડતી કરી દીધી હતી. વરસાદ સીટી પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોરીમાં સામેલ પોલીસના હાથે ઝડપાયેલો રાહુલ મોપનાર જમાઈ છે અને ચોરીમાં સામેલ અન્ય એક આરોપી સસરો શિવા ચીન્નપ્પા ધોત્રે હજુ ફરાર છે.
આરોપી જમાઈની ધરપકડ બાદ તેની આગવી ઢબે પૂછપરછ કરતા અનેક હકીકતો બહાર આવી રહી છે.. રોયલ એપાર્ટમેન્ટમાં લાખોનો હાથ ફેરો કરનાર સસરો અને જમાઈ ઘરફોડ ચોરીના દુનિયામાં કુખ્યાત એવી ધોત્રે ગેંગના સાગરીતો છે. આ ધોત્રે ગેંગમૂળ કર્ણાટકની છે. પરંતુ આ ગેંગના સાગ્રીતો ત મોટેભાગે મહારાષ્ટ્રના વસઈ અને આસપાસના વિસ્તારમાં વસ્યા છે.. અને વસઇને જ હેડ કવોટર બનાવી અને આ ગેંગના સભ્યો બાઈક પર બે-ત્રણની જોડીમાં ચોરીને અંજામ આપવા બહાર નીકળે છે.. અને ત્યારબાદ ગણતરીના સમયમાં જ ચોરી કરી અને ફરાર થઈ જતા હોવાનું બહાર આવ્યું છે.
ગુનાઓની દુનિયામાં કુખ્યાત આ ધોત્રે ગેંગ અતિ સાતીર છે. તેના સભ્યો ચોરીમાં માસ્ટરી ધરાવે છે. વલસાડના રોયલ એપાર્ટમેન્ટમાં પણ સસરા જમાઈની જોડી માત્ર 15 મિનિટ જ એપાર્ટમેન્ટમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ બંધ ફ્લેટનું તાળું તોડી અંદર ઘૂસ્યા બાદ માત્ર 8 જ મિનિટમાં જ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી અંદાજે 10.97 લાખ રૂપિયા ની ચોરી કરી અને પલવારમાં જ ફરાર થઈ ગયા હતા.
જો કે આખરે પોલીસના હાથે ઝડપાતા હવે આ ગેંગના અન્ય કારનામાં પણ બહાર આવી રહ્યા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ સસરા જમાઈએ અગાઉ વલસાડ સુરત ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ચોરી 3 થી વધુ ચોરી કરી હતી. તેમના પર મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાતના સુરત ભરૂચ અને વલસાડ જિલ્લામમાં મળી કુલ 30 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પણ બહાર આવ્યું છે. અત્યારે લાખોની આ ચોરીમાં આરોપી જમાઈ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જ્યારે સાતિર સસરો શિવા ધોત્રે હજુ પોલીસ પકડથી દૂર છે. જેને પણ ઝડપવા પોલીસે પ્રયાસ રહે છે. સસરો ઝડપાયા બાદ ધોત્રે ગેંગના વધુ કારનામા બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે