Home> Gujarat
Advertisement
Prev
Next

World Organ Donation Day: ગુજરાતમાં વિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ, સો ટકા તમે આ વાતોથી અજાણ હશો

Gujarat Celebration World Organ Donation Day: આજે અંગદાન અંગેના કાર્યક્રમોમાં ઘણા રસપ્રદ ફેક્ટ જાણવા મળ્યા હતા. અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચાઇના બાદ ભારત ત્રીજા ક્રમે છે.

World Organ Donation Day: ગુજરાતમાં વિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ, સો ટકા તમે આ વાતોથી અજાણ હશો

અતુલ તિવારી/અમદાવાદ: વિશ્વ અંગદાન દિવસે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજીને ઉજવણી કરવામાં આવી હતી. કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ ઉપસ્થિત તમામ લોકોને અંગોનું વેઇટીંગ ઘટાડવા અંગદાન અંગેની સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા સંકલ્પબધ્ધ કર્યા હતા. 

fallbacks

આજે અંગદાન અંગેના કાર્યક્રમોમાં ઘણા રસપ્રદ ફેક્ટ જાણવા મળ્યા હતા. અંગોના ટ્રાન્સપ્લાન્ટમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચાઇના બાદ ભારત ત્રીજા ક્રમે છે. અન્ય રસપ્રદ વિગતો પર નજર નાખીએ તો હાલ દેશમાં થતા ટ્રાન્સપ્લાન્ટમાંથી 85 ટકા જીવીત વ્યક્તિના અંગોથી અને 15 ટકા જ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા અંગોની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય છે. જ્યારે દેશની પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલમાં 65 ટકા કિડની, 25 ટકા લીવર અને 10 ટકા વધુ હ્યદય, ફેફસા, સ્વાદુપિંડ જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થતા જોવા મળે છે. દેશમાં મળતા કુલ અંગોના દાનમાં 80 ટકા મહિલાઓ થકી અંગદાન થાય છે.

વિદેશ જવું છે? આ લો 10 રૂપિયામાં બોગસ માર્કશીટ તૈયાર જ છે! સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સિટ્યુટમાં છેલ્લા 5 વર્ષમાં 6500 થી વધુ કિડની અને 500 થી વધુ લીવરના સફળ ટ્રાન્સપ્લાન્ટ થયા. સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞના પરિણામે અગાઉ જીવિત વ્યક્તિના અંગોના દાન થતી ટ્રાન્સપ્લાન્ટમાં ઘટાડો થઇને આજે 40 ટકા પ્રત્યારોપણ અંગદાનથી મળેલા અંગોની મદદથી થાય છે. જે આંક અગાઉ 20% હતો.

મોરબીના યુવાનમાં તિરંગા પ્રત્યે અનોખો પ્રેમ: દિવાસળીમાં અંકિત કર્યો લોગો, અડધા ઈંચનો બનાવ્યો 'નેનો તિરંગો'

આ કાર્યક્રમમામં ખાસ કરીને કિડની ઇન્સ્ટીટ્યુટને તાજેતરમાં જ મળેલી ગર્ભાશયના પ્રત્યારોપણ અંગની ચર્ચાઓ રસપ્રદ બની રહી હતી. કેટલાક મેડિકલ કારણોસર માતૃત્વ ધારણ કરવા અક્ષમ મહિલાઓ માટે સરોગેસી અને આઇ.વી.એફ. જ એક માત્ર વિકલ્પ બચે છે ત્યારે ગર્ભાશયના પ્રત્યારોપણ ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ વરદાન રૂપ સાબિત થશે તેમ કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું હતુ. 

સિનિયર સિટીજન આનંદો! કેબિનેટ મંત્રી કરાવશે સોમનાથ સહિત 4 ધાર્મિક સ્થળોની યાત્રા

આ કાર્યક્રમમાં મેડિસીટીના ડાયરેક્ટર ડૉ. જયેશ સચદે, યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. આર.કે. પટેલ સહિત મોટી સંખ્યામાં તબીબો અને મીડિયા મિત્રો હાજર રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More