Home> Gujarat
Advertisement
Prev
Next

ખરા રાષ્ટ્રભક્ત! ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સાચવીને હીરો બની ગયા

Cow Attack On Nitin Patel : નીતિન પટેલે અફરા તફડીવાળી પરિસ્થિતિમાં પણ તિરંગાનું માન જાળવ્યું હતું. તેમણે તિરંગો પકડી રાખ્યો અને તેને જમીન સાથે સ્પર્શવા ન દીધો. 

ખરા રાષ્ટ્રભક્ત! ગાયની અડફેટે ચઢેલા નીતિન કાકા તિરંગાને સાચવીને હીરો બની ગયા

ઝી બ્યુરો/મહેસાણા: કડીમાં તિરંગા યાત્રા દરમિયાન આજે એક અનિચ્છનીય ઘટના બની હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કાર્યકરો અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. ત્યારે અચાનક દોડતી આવેલી એક ગાય ભીડમાં ઘૂસી ગઈ હતી. ગાયે નીતિન પટેલ સહિત કેટલાક લોકોને અડફેટે લીધા હતા. ગાયની ટક્કર વાગતા નીતિન પટેલ રસ્તા પર પટકાયા હતા. જેણા કારણે તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તેમ છતાં નીતિન પટેલે દેશની આન બાન અને શાન એવા તિરંગાને ઝૂકવા દીધો નહોતો.

fallbacks

નીતિન પટેલે અફરા તફડીવાળી પરિસ્થિતિમાં પણ તિરંગાનું માન જાળવ્યું હતું. તેમણે તિરંગો પકડી રાખ્યો અને તેને જમીન સાથે સ્પર્શવા ન દીધો. ઘૂંટણના ભાગે ઈજા થતા નીતિન પટેલને તુરંત કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર લીધા બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને જવા રવાના થયા હતા. ઈજાને કારણે તેમને ચાલવામાં તકલીફ પડી રહી છે, જેને જોતાં તબીબીઓ તેમને થોડા સમય સુધી આરામ કરવાની સલાહ આપી છે.

ઘટના બાદ ઈજાગ્રસ્ત નીતિન પટેલે કહ્યું કે, આજે કડીમાં ભાજપની તિરંગાયાત્રા હતી. શહેરના 70 ટકા વિસ્તારમાં રેલી ફરી હતી. ત્યાં અચાનક ગાય દોડતી આવી હતી અને ટોળામાં ઘુસી ગઈ હતી. દોડાદોડમાં ઘસારો મારા પર આવ્યો અને હું નીચે પડી ગયો. મારા સિવાય પણ ચાર પાંચ લોકો પર પટકાયા હતા. જોકે તરત જ આજુબાજુના કાર્યકરોએ અને પોલીસે મને ઘેરી લીધો અને ગાયને બાજુમાં કરી હતી. તે સમયે ઉભા થવામાં મને તકલીફ લાગતી હતી. તેથી હું તાત્કાલિ હોસ્પિટલ ગયો હતો. હોસ્પિટલમાં પગનો એક્સ રે કરાવ્યો તેમાં ઢીંચણના ક્રેક દેખાઈ છે. સિટી સ્કેન કરાવતા ડોક્ટરે 20 દિવસનો આરામ કરવા સૂચવ્યું છે. 

તો રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યા વિશે તેમણએ કહ્યું કે, રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન ચિંતિત છે, આજની યાત્રામાં ગાય ક્યાંથી આવી તે ખ્યાલ નથી. હાલના તબક્કે ગૌચરનો અને રખડતા ઢોરનો પ્રશ્ન ઉચિત નથી. આવા બનાવો બનતા રહેતા હોય છે. પણ આવા બનાવો સ્વાભાવિક ઘટના છે. લાખો પશુઘનમાંથી કઈ ગાય ક્યાં ભટકાય એ નક્કી નહિ. શહેર-ગામ કે રસ્તા પર શું બને એ નક્કી ન હોય. પશુધનને નિયંત્રણમાં રાખવું શક્ય નથી. રખડતાં ઢોરને નિયંત્રણમાં રાખવા જરૂરી છે. 

આવુ રાજ્યના અનેક નાગરિકો સાથે બને છે. સ્માર્ટ રાજ્યમાં ફરતા ઢોરોની સમસ્યા આજકાલની નથી, છતાં વહીવટી તંત્ર તેના પર ધ્યાન આપતુ નથી. ત્યારે આ ઘટના બાદ શું હવે વહીવટી તંત્ર લોકોની મુશ્કેલીઓ સમજશે કે પછી ફરીથી રખડતા ઢોરોનો અડીંગો રહેશે. અનેકોના જીવ પણ ગયા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી. ગુજરાતમાં રખડતા ઢોરોને નિયંત્રણમાં લાવવાના કોઈ કાયદા કે નિયમો અમલમાં નથી. અમલ કરવાની વાત આવે ત્યારે સરકાર કેમ ચૂપ થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More