ઉદય રંજન/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને લાખોની ઠગાઈ કેસમાં બંટી બબલીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે .. નોકરી ઈચ્છુક યુવાનોને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સારા પગાર માં નોકરી અપાવવાની લાલચ આપી 12 લોકો સાથે 82 લાખથી પણ વધુ છેતરપિંડી આચરી ..ક્રાઇમ બ્રાન્ચે બંટી બબલી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી..કેવી રીતે લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરતા આ બંટી બબલી આખો ખેલ જોઈએ આ અહેવાલમાં.
ઈટાલિયાને મોરબીના ધારાસભ્યની સીધી ચેલેન્જ, દમ હોય તો આવી જાય ગાંધીનગર રાજીનામું લઈને
ક્રાઈમ બ્રાન્ચની ગીરફતમાં રહેલ ધર્મેન્દ્ર વિઠ્ઠલપરા અને અમીષા વિઠ્ઠલપરા છે. જે બંટી બબલી છેલ્લા 3 વર્ષથી નોકરી ઈચ્છુક યુવક યુવતીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ ઓફિસર હિમાંશુ શુક્લા અને દિનેશ દુલેરા નામ ધારણ કરીને નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરતા હતા. અત્યાર સુધી અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી, પરંતુ પોલીસ તપાસમાં 12 જેટલા ભોગ બનનાર યુવક યુવતીઓ સામે આવ્યા છે જેમની પાસેથી 82.28 લાખની ઠગાઈ આચરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે ન માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરંતુ સુરત સહિત અલગ અલગ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી રૂપિયા મેળવી તેમને એક એપ્લિકેશન મારફતે ઓફર લેટર પણ મોકલી આપ્યા હતા. આ ઉપરાંત આરોપીઓ કેટલાક ભોગ બનનાર પાસે ફિલ્ડ ઓફિસર તરીકે કામ પણ કરાવ્યું હતું અને તેનો પગાર ચૂકવ્યો પણ હોવાની હકીકત સાથે ના પુરાવા પોલીસ તપાસમાં સામે આવ્યા છે..ક્રાઈમ બ્રાંચની તપાસમાં ભોગ બનનાર 12 લોકો સામે આવ્યા પરંતુ પોલીસને શંકા છે કે આરોપીઓની તપાસ અને બેંક એકાઉન્ટ ની વિગતો ની તપાસ કરશે ત્યાર હજી પણ વધુ ભોગ બનાર સામે આવી શકે છે.
ગુજરાતની કમિશનવાળી સરકારમાં કોઈના જીવની કિંમત નથી, કોંગ્રેસના અમિત ચાવડા બગડ્યા
પકડાયેલા બંટી બબલી એ નોકરી ઈચ્છુક ને ટાર્ગેટ કરી ને છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી છે...જોકે કોઈને શંકા ના જાય એટલે ઓફર લેટર આપીને દર મહિને શરૂઆતમાં QR કોર્ડ મારફતે પગાર ચૂકવતા હતા જેથી QR કોર્ડ ની તપાસ શરૂ કરી છે..સાથે જ બન્ને આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે ત્યારે તપાસ દરમિયાન અનેક હકીકતો સામે આવી શકે છે અને ક્રાઈમ બ્રાન્ચે અપીલ કરી છે કે ભોગ બનાર ક્રાઈમ બ્રાન્ચ નો સંપર્ક કરી ફરિયાદ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે