Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયો, યુવકની હત્યા

અમદાવાદમાં ઝઘડાની અદાવતમાં પાડોશીએ યુવકનું અપહરણ કરીને હત્યા કરી.. યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયા.. અને યુવક પર હથિયારોથી હુમલો કરીને હત્યા કરી.. ચાંદખેડા પોલીસે હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરી... કોણ છે આરોપીઓ અને શું હતી અદાવત?

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયો, યુવકની હત્યા

ઉદય રંજન/અમદાવાદ: ચાંદખેડામાં વિસતમાતાના વાસમાં રહેતા અજય ઠાકોર નામનો યુવક 8 જુલાઈના રોજ રાત્રે 10 વાગે પોતાની એક્ટિવ ચલાવીને ઘરેથી નીકળ્યો હતો ત્યારે પડોશમાં રહેતા બળદેવ ઠાકોર અને તેના પરિવારે અજય ઠાકોરને સ્પીડમાં એક્ટિવા ચલાવે છે તેવું કહીને ઠપકો આપ્યો હતો..પરંતુ અજયે પોતે એક્ટિવા ધીમે ચલાવી છે અને કોઈ બીજો વાહન ચાલકે એક્ટિવા સ્પીડમાં નીકળ્યો હોવાનું જણાવતા બંન્ને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ પરિવાર અને સ્થાનિક રહીશોએ ઝઘડાને શાંત પડાવ્યું હતું.

fallbacks

ગુજરાતની કમિશનવાળી સરકારમાં કોઈના જીવની કિંમત નથી, કોંગ્રેસના અમિત ચાવડા બગડ્યા

ત્યારબાદ અજય ઠાકોર અને તેનો મિત્ર દર્શીલ ઉર્ફે ભટ્ટી સામઢીયા રીક્ષા લઈને ઘરેથી આંટો મારવા નીકળ્યા હતા .ત્યારે 4 આરોપી બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, કાવ્ય ચૌહાણ, પાર્થ બારોટ અને અજાણ્યા શખ્સો અર્ટિગા ગાડી લઈને આવ્યા અને રીક્ષા લઈને જઇ રહેલા અજય ઠાકોર નું અપહરણ કરીને જુદા જુદા વિસ્તારમાં લઈ જઈને હથિયારોથી મારમાર્યો.. ઇજાગ્રસ્ત અજયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું.. આ ઘટનાથી પરિવારમાં આઘાત છે અને આરોપીઓને સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બળદેવ ઠાકોર દારૂનો ધંધો કરે છે. તેની વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. બળદેવ ઠાકોર અને અજય ઠાકોર પાડોશીઓ છે.. તેમની વચ્ચે સામાન્ય બાબતે અવાર નવાર તકરાર અને ઝઘડા થતા હતા. અજય વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. તેમની વચ્ચે ચાલતા ઝઘડાની અદાવત રાખીને બળદેવ ઠાકોર એ અજયની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને પાર્થ બારોટ, નિકુલ ઠાકોર, કાવ્ય ચૌહાણ સાથે મળીને અજયનું અપહરણ કરીને હત્યાને અંજામ આપ્યો.. પકડાયેલ આરોપી પાર્થ બારોટ અગાઉ ચાંદખેડામાં થયેલા પાર્સલ બ્લાસ્ટના આરોપી નો ભાઈ છે. પાડોશીઓ વચ્ચે ચાલતી તકરાર અને ઝઘડા એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.. ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી.

'ઈટાલિયા મોરબીથી લડે તો હું વાંકાનેરમાં રાજીનામું આપીશ', હવે સોમાણી પડકારમાં જોડાયા!

ચાંદખેડા પોલીસે અજય ઠાકોર ની હત્યા કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે અને વોન્ટેડ આરોપી કાવ્ય ચૌહાણની શોધખોળ શરૂ કરી છે. હત્યા કેસમાં અન્ય આરોપી ઓની પણ સંડોવણી ખુલી છે..જેથી તેમની ઓળખ ને લઈને તપાસ શરૂ કરી. મૃતક અજય ઠાકોર અને આરોપી બળદેવ ઠાકોર દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. જેથી પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં હત્યા થઈ કે દારૂ ને લઈને કોઈ અદાવત હતી તે મુદ્દે પણ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

ઈટાલિયાને મોરબીના ધારાસભ્યની સીધી ચેલેન્જ, દમ હોય તો આવી જાય ગાંધીનગર રાજીનામું લઈને

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More