Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સગીરાએ બાળકને જન્મ આપતાં પિતાના કુકર્મનો ભાંડો ફૂટયો. શહેરમાં પરા વિસ્તારમાં પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું. હેવાન પિતા સામે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી.
અમદાવાદમાં પિતાએ સગી પુત્રીને જ પોતાની હેવાનિયતનો શિકાર બની. પુત્રી પિતા દ્વારા શોષણનો ભોગ બનતી રહી. પરંતુ સગીર પુત્રીએ બાળકીને જન્મ આપતા માતાના પગ નીચેથી ધરતી ખસી ગઈ. પરંતુ અવિવાહિત દીકરી અને તે પણ સગીર દીકરી માતા બને ત્યારે માતાના માથે દુઃખનો પહાડ તૂટી પડે છે. તેમાં પણ આ કિસ્સામાં માતા અને દીકરી માટે વધુ કરુણાંતિકા અને આઘાતજનક બાબત બની. સગીર દિકરીએ બાળકીને જન્મ આપ્યા બાદ પિતાના કુકર્મનો ભાંડો ફૂટયો. પિતાએ પુત્રી પર ખરાબ નજર રાખતાં પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું. અને સગીરા ગર્ભવતી થઈ.
ગુજરાતની ડાયરા ક્વીને કરી લીધા લગ્ન, પિતા મણિરાજ બારોટની યાદમાં લગ્નમંડપમા રડી પડી
અગાઉ પણ અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં પિતાએ પોતાની સગી દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ સગીરાની માતાનું મૃત્યુ થયાના થોડા સમય પછી જ પિતાએ પુત્રીની પીંખી નાંખી હતી. સગા પિતાએ તેમની પત્નીના મરણ બાદ પુત્રી પર બળજબરી કરતાં ગર્ભવતી બનાવી. અન્ય એક કિસ્સામાં પણ પત્ની દવાખાને જતાં એકલતાનો લાભ લઈ પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે રામોલમાં સગીર યુવતી થોડી બહાદુર નીકળી. રામોલમાં સગીર યુવતીના પિતા નશાની હાલતમાં તેને અડપલાં કરતાં હતા ત્યારે જ તેણે બૂમાબૂમ કરી મૂકતા પરીવારના અન્ય સભ્યો ત્યાં આવી ગયા.
આજે મહિલાઓ ઘર અને બહાર ક્યાંય સુરક્ષિત નથી. બાળકી હોય કે વૃદ્ધા હોય નરાધમો તેમની હેવાનિયતની હદ પાર કરી મહિલાઓ પર દુષ્કર્મ કરવામાં બહાદૂરી સમજવા લાગ્યા છે. પુત્ર હોય કે પિતા પુરુષ જાત મહિલાઓ કોઈપણ સંબંધમાં સુરક્ષિત નથી. આજે પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાવતા વધુ એક કિસ્સો સામે આવતાં સમાજ કયાંય જઈ રહ્યો છે તે આપણને વિચારવા મજબૂર કરે છે.
સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા કેદારનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે