Home> Health
Advertisement
Prev
Next

Roasted Turmeric: શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો

Roasted Turmeric benefits: શેકેલી હળદર સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દુર કરવામાં મદદ કરી શકે છે. આજે તમને શેકેલી હળદર કેવી રીતે ખાવી અને તેનાથી થતા લાભ વિશે જણાવીએ.

Roasted Turmeric: શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો

Roasted Turmeric benefits: વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. આ ઋતુ દરમિયાન નાના-મોટા સૌ કોઈને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમય એવો હોય છે જ્યારે મિશ્ર ઋતુના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આ સ્થિતિમાં રોગ ઝડપથી થઈ શકે છે. આ સમય દરમિયાન એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરની નબળી ઇમ્યુનિટીને બુસ્ટ કરે અને સાથે જ સંક્રમણથી શરીરને સુરક્ષિત રાખે. આવી વસ્તુઓની યાદીમાં કાચી હળદર સૌથી પહેલા આવે છે. હળદર ઔષધી છે અને તેના ફાયદા વિશે તમે પણ જાણતા હશો. પરંતુ શું તમે કાચી હળદરને શેકીને ખાધી છે ? કાચી હળદરને શેકીને ખાવાથી તે વધારે ફાયદાકારક થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ શેકેલી હળદર ખાવાથી થતા ફાયદા વિશે. 

fallbacks

શેકેલી હળદર ખાવાથી થતા લાભ

આ પણ વાંચો:  Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ નેચરલી ઘટાડવા સવારે ખાલી પેટ શું ખાવું ? જાણી લો

સ્કિન પ્રોબ્લેમ થશે દૂર 

શેકેલી હળદરને ખાવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. જે બ્લડને સાફ કરે છે અને સ્કીન સંબંધિત સમસ્યાઓ ઓછી કરે છે. 

આ પણ વાંચો:  પેટમાં ગયાની સાથે પથરી બની જાય આ 4 વસ્તુઓ, ખાતા પહેલા 1000 વાર વિચારજો

એલર્જી દૂર થશે 

આ ઋતુ દરમિયાન ઘણા લોકોને એલર્જી વારંવાર થઈ જતી હોય છે. એલર્જીમાં શરદી અને ઉધરસ પણ થાય છે. કોઈપણ પ્રકારની એલર્જી હોય તો શેકેલી હળદર ખાવી ફાયદેમંદ રહે છે. તેમાં રહેલા ગુણ એલર્જીને વધતા અટકાવે છે અને સંક્રમણને રોકે છે. 

આ પણ વાંચો: Peanut: આ 5 લોકોએ ન ખાવી મગફળી, ખાવાથી વજન, યુરિક એસિડ અને સ્કિનની તકલીફ વધી જશે

મેટાબોલિઝમ બુસ્ટ થશે 

શેકેલી હળદર ખાવાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે. તેનાથી કેલેરી ઝડપથી બળે છે. શેકેલી હળદર પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. જેના કારણે વેટ લોસ પણ ઝડપથી થશે. 

બ્લડ પ્યોરીફાઈ થશે 

રક્તમાં જે વિષાક્ત પદાર્થ જમા થતા હોય તેના કારણે સ્કિન અને શરીરને નુકસાન થાય છે. આ સ્થિતિમાં શેકેલી હળદર ખાવાથી બ્લડ પ્યોરીફાઈ થાય છે. 

આ પણ વાંચો: માસિક સમયે થતા દુખાવાથી કાયમી રાહત મળશે, અપનાવો 5 ઘરેલુ નુસખા, પેનકિલર ખાવી નહીં પડે

સાંધાના દુખાવા મટશે 

હળદરમાં દુખાવો અને સોજો દૂર કરવાના ગુણ હોય છે. જે વડીલોને સાંધાના દુખાવાની તકલીફ હોય તેમને શેકેલી હળદર ખવડાવવી જોઈએ. શેકેલી હળદરથી સોજો અને દુખાવો ઘટી શકે છે. 

આ પણ વાંચો: Rice and Roti: ભાત અને રોટલી બંને એકસાથે ખાવાની આદત છે? તો શરીરને થઈ શકે છે આ સમસ્યા

કેવી રીતે ખાવી શેકેલી હળદર ?

સૌથી પહેલા કાચી હળદરનો એક ટુકડો લેવો અને તેને ડાયરેક્ટ ગેસ પર છાલ સહિત શેકી લો. બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે હળદરને શેકો. હળદર શેકાઈ જાય પછી તેને વાટી અને તેમાં થોડું મધ મિક્સ કરો. હવે આ મિશ્રણને સુતા પહેલા ખાઈ લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More