મૌલિક ધામેચા/ અમદાવાદ: સાવકા પિતાએ 10 વર્ષની સગીરા સાથે શારિરીક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પતિ સાથે છુટાછેડા લીધા બાદ બીજા લગ્ન કરનાર મહિલાનાં પતિ સામે પૂર્વ પતિએ ફરિયાદ નોંધાવી છે.10 વર્ષની દિકરીએ ચૌંકાવનારા આક્ષેપ કરતા હાલ તો પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, એલીસબ્રિજ પોલીસે ધરપકડ કરાયેલ શખસનું નામ અબ્દુલ મુબીન શેખ છે. આ યુવકની ધરપકડ તેની સાવકી દિકરી સાથે છેડતીની ફરિયાદનાં આઘારે કરાઈ છે. જુહાપુરામાં રહેતા 40 વર્ષીય યુવકનાં 2011માં રાયખડની યુવતી સાથે પ્રેમલગ્ન થયા હતા. જોકે તેઓને મનમેળ ન થતા 2014માં છુટાછેડા થયા હતા. તે સમયે દિકરીને કબ્જો ફરિયાદીએ રાખ્યો હતો.
ગુજરાત કોંગ્રેસે પૂર્વ PAASના નેતાઓની કરી હકાલપટ્ટી; વાયરલ થઈ હતી બન્નેની Audio ક્લીપ
છુટાછેડા બાદ દિકરી પિતા સાથે જ રહેતી હોવાથી પૂર્વ પત્નિ અનેક વાર તેને મળવા આવતી હતી અને પોતાની સાથે પણ લઈ જતી હતી. 12મી ઓક્ટોબરનાં રોજ ફરિચાદીની પત્નિ 10 વર્ષની સગીર દિકરીને ઘરે મુકીને દવાખાને ગઈ હતી, ત્યારે સગીરાએ પિતા અને દાદીને જણાવ્યું હતું કે 9 મહિનાથી માતા પાલડીમા એક ફ્લેટમાં પોતાનાં બીજા પતિ મુબીન શેખનાં ઘરે લઈ જાય છે જ્યાં મુબીન તેને શરીરનાં અલગ અલગ ભાગો પર અડપલાં કરતો.
મહત્વનું છે કે તેમજ થોડા મહિનાં પહેલા માતા અને સાવકા પિતાએ સગીરાને ડામ આપ્યો હોવાનું પણ તેણે પિતાને જણાવતા પિતાએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદીની પત્નિએ મુબીન શેખ સાથે બીજા લગ્ન કર્યાં હતા. જોકે, 5 મહિનાં પહેલા બનેલી ઘટનાની ફરિયાદ અત્યાર કરવામા આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આ ધટના બાદ યુવકે દિકરીને પત્નિ સાથે મોકલવાની ના પાડતા તેણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવતા તે ફરાર થઈ ગયો હોવાથી મોડી ફરિયાદ નોંધાવી છે. આ ધટનામાં પોલીસે હાલતો આરોપીનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
એક તરફ સગીરાનાં પિતાએ સાવકા પિતા સામે ગંભીર આક્ષેપ કર્યાં છે. તેવામાં બીજી તરફ ફરિયાદી પિતા પણ વ્યસની હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે દિકરીને લઈને અગાઉ ફરાર થઈ ગયેલા ફરિયાદી અંગે કોર્ટમાં હેબિયર્સ કોપર્સ પણ થઈ હોવાનું ખુલ્યું છે.
જોકે આ ગુનામાં સામેલ આરોપી મુબીન શેખને અમદાવાદ ક્રાઈમબ્રાંચે વાહનચોરીના ગુનામાં શંકાના આઘારે અટક કરી હતી. પણ કોઈ વાહન ચોરીને અંજામ આપ્યો ન હોવાનુ ધ્યાને આવતા એલીસબ્રીજમાં તેની સામે નોંધાયેલી ફરિયાદ મામલે એલીસબ્રીજ પોલીસને હવાલે કર્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીની પત્નિનાં નિવેદનમાં આ મામલે કેવા ખુલાસાઓ સામે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે