Home> India
Advertisement
Prev
Next

દિલ્હીઃ ભાજપ અને આપના કોર્પોરેટરો વચ્ચે મારામારી, વાયરલ થયો વીડિયો

AAP-BJP Leaders Fierce fight: કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે. દિલ્હી કોર્પોરેશનમાં બુધવારે આ મુદ્દે બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે મારામારી થઈ હતી. 
 

દિલ્હીઃ ભાજપ અને આપના કોર્પોરેટરો વચ્ચે મારામારી, વાયરલ થયો વીડિયો

નવી દિલ્હીઃ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિવાદ વધી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા ફિલ્મને લઈને આપેલા નિવેદન બાદ બંને પાર્ટીઓ આમને-સામને આવી ગઈ છે. મુખ્યમંત્રી કેજરીવાલના આવાસ પર થયેલા હંગામા બાદ પૂર્વી દિલ્હી કોર્પોરેશનમાં ભાજપ અને આપના કોર્પોરેટરો આમને-સામને આવી ગયા. બંને પાર્ટીના નેતાઓ વચ્ચે મારામારી થઈ છે. નેતાઓ વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

fallbacks

મુખ્યમંત્રી કેજરીવાલના નિવેદન બાદ બબાલ
મહત્વનું છે કે ભાજપ અને આપના નેતા બુધવારી પૂર્વી દિલ્હી કોર્પોરેશનમાં ભેગા થયા હતા. આ બેઠકમાં ભાજપના કોર્પોરેટર નિંદા પ્રસ્તાવ લાવ્યા હતા. ભાજપના કોર્પોરેટરોનો આરોપ હતો કે દિલ્હી વિધાનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાશ્મીરી પંડિતોની મજાક ઉડાવી છે. ભાજપના કોર્પોરેટરોએ માંગ કરી કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદન પર આમ આદમી પાર્ટીના નેતા અને કોર્પોરેટરો માફી માંગે. 

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની હત્યા કરવા ઈચ્છે છે ભાજપ, સિસોદિયાએ લગાવ્યો ગંભીર આરોપ  

ભાજપ-આપના કોર્પોરેટરો વચ્ચે મારામારી
ભાજપના કોર્પોરેટરોની આ માંગ પર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો. વાત એટલી વધી ગઈ કે આપના કોર્પોરેટરો ગૃહ નેતાની પાસે પહોંચી ગયા અને હંગામો કરવા લાગ્યા. થોડીવારમાં બંને પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે મારામારી થઈ હતી. મારામારીમાં કેટલાકને ઈજા થઈ છે. તો કેટલાક કોર્પોરેટરોના કપડા ફાટી ગયા છે. નેતાઓએ એકબીજા પર ચપ્પલથી પણ હુમલો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More