Ahmedabad News : અમદાવાદમાં વિચિત્ર બનાવ બન્યો છે. શહેરના શેલા વિસ્તારમાં બાઈક પર જતા યુવક પર તેની જ પૂર્વ મંગેતરે હુમલો કર્યો છે. યુવકે સગાઈ તોડી નાખતા યુવતીએ યુવક પર કાર ચડાવી દીધી હતી. યુવતી યુવકને ફોન કરીને વારંવાર હેરાન કરતા યુવકે નંબરો બ્લોક કર્યા હતા. એટલું જ નહિ, યુવતીએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો પણ કર્યો. ત્યારે યુવકે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. .
સાટામાં થયેલા લગ્ન તૂટ્યા
અમદાવાદના શેલા વિસ્તારનો આ બનાવ છે. શેલામાં રહેતા જય પટેલ ઓટોમેશનનો વ્યવસાય કરે છે. જેમાં 13 વર્ષ પહેલા જય પટેલની સગાઈ મહેસાણાના ચંદ્રકાન્તભાઈ પટેલની પુત્રી રિન્કુ ઉર્ફે રિન્કી સાથે થઈ હતી. તો બીજી તરફ સાટામાં સામસામે દીકરીના વહેવાર કરાયા હતા. જય પટેલની મોટી બહેન રોશનીની સગાઈ રિન્કુના ભાઇ ભાવેશ સાથે થઈ હતી. પરંતુ જયને રિન્કુ અને રોશનીને ભાવેશ સાથે મનમેળ ન આવતા સગાઈ તોડી નાંખી હતી. આ બાદ જય પટેલના લગ્ન વર્ષ 2016 માં પાટણની મોનિકા નામની યુવતી સાથે થયા હતા.
વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરતી સરકારી યોજનાનું આ રહ્યું લિસ્ટ, સરકાર આપે છે રૂપિયા
રિન્કુ જયને લગ્ન બાદ ફોન કરી હેરાન કરતી
જય અને રિન્કુના અલગ અલગ જગ્યાએ લગ્ન થયા બાદ પણ રિન્કુ તેને હેરાન કરતી હતી. રિન્કુના લગ્ન મહેસાણાના યુવક સંદિપ પટેલ સાથે થયા હતા. રિન્કુ જયને ફોન કરીને કહેતી કે, મારા લગ્ન તારી સાથે થયા હોત તો સારૂ હોત. રિન્કુના નંબરો બ્લેકલિસ્ટમાં મૂક્યા હતા.
આ બાબતની અદાવત રાખીને યુવક શૈલા પાસે બાઈક લઇને જતો હતો, ત્યારે રિન્કુએ પૂરઝડપે કાર લઇને આવીને જય પટેલને ટક્કર મારી હતી. એટલું જ નહિ, ‘તું કેમ વાત કરતો નથી...’ તેવું કહીને ચપ્પુના ઘા માર્યા હતા. આમ, જય પટેલે પૂર્વ ફિયાન્સી સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નવી સ્કીમમાં ઘર ખરીદનારાઓને મોટો ફટકો, હવે આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે