Home> Sports
Advertisement
Prev
Next

આ છે ક્રિકેટ ઈતિહાસના 10 સૌથી આળસુ અને ખરાબ ફિલ્ડર્સ, લિસ્ટમાં ભારતના 3 મહાન ખેલાડીઓ પણ સામેલ

Cricket Top 10 Poor Fielders: ભારતમાં ક્રિકેટ એક રમત કરતા પણ ધર્મ જેવું ગણાય છે. સચિન તેંડુલકર તો ક્રિકેટના ભગવાન જેવા માનવામાં આવે છે. ખેલાડીઓ અનેક રેકોર્ડ બનાવતા હોય છે. એક રેકોર્ડ એવો પણ છે જે કદાચ કોઈ ખેલાડીને પોતાના નામે થાય તે નહીં ગમે. 

આ છે ક્રિકેટ ઈતિહાસના 10 સૌથી આળસુ અને ખરાબ ફિલ્ડર્સ, લિસ્ટમાં ભારતના 3 મહાન ખેલાડીઓ પણ સામેલ

Cricket Top 10 Poor Fielders: ક્રિકેટ ઈતિહાસમાં એવા અનેક મહાન ખેલાડીઓ છે જેમણે રન અને વિકેટનો ખડકલો કરીને અનેક રેકોર્ડ બનાવ્યા છે. જો કે ખરાબ ફિલ્ડિંગનો રેકોર્ડ કોઈને ન ગમે પરંતુ આ રેકોર્ડ પણ બનેલા છે. વર્લ્ડ ક્રિકેટમાં 10 એવા મહાન ખેલાડીઓ છે જેમણે ખુબ રન કર્યા અને વિકેટ પણ  લીધી પરંતુ જ્યારે વાત ફિલ્ડિંગની આવી તો તેમણે શર્મિંદગીનો સામનો કરવો પડ્યો છે. આ યાદીમાં 3 ધાકડ ભારતીય ખેલાડીઓ પણ છે. 

fallbacks

1. શોએબ અખ્તર (પાકિસ્તાન)
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ફાસ્ટ દોડવામાં સક્ષમ હોવા છતાં બોલનો પીછો કરીને તેને પકડવામાં નબળા હતા. 

2. લસિથ મલિંગા (શ્રીલંકા)
શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા ક્રિકેટના મેદાન પર કેચ પકડવામાં ખુબ નબળા જોવા મળેલા છે. 

3. રવિચંદ્રન અશ્વિન (ભારત)
રવિચંદ્રન અશ્વિન ફિલ્ડિંગ સમયે ઘણીવાર ફાસ્ટ દોડતા બોલને રોકવામાં નબળા નજરે ચડ્યા અને તેમનું ડાઈવિંગ પણ એટલું સારું નહતું. 

4. ઈન્ઝમામ ઉલ હક (પાકિસ્તાન)
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક ક્રિકેટના મેદાન પર પોતાની સુસ્ત અને ખરાબ ફિલ્ડિંગ માટે જાણીતા હતા. 

5. સૌરવ ગાંગુલી (ભારત)
દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલી પણ ફિલ્ડિંગ દરમિયાન રન રોકવા માટે બોલને અટકાવવામાં નબળા રહ્યા હતા અને તેમનું ડાઈવિંગ પણ ખરાબ હતું. 

6. સઈદ અજમલ (પાકિસ્તાન)
પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સઈદ અજમલ ફાસ્ટ દોડી શકતા નહતા અને તેમની ફિલ્ડિંગ પણ ખુબ ખરાબ હતી. 

7. જવગલ શ્રીનાથ (ભારત)
ભારતના પૂર્વ ફાસ્ટ બોલર જવગલ શ્રીનાથની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ એટલી સારી નહતી. ખભાની ઈજા બાદ તેમણે પોતાની બોલ થ્રો કરવાની ટેક્નિક બદલવી પડી હતી. તેનો ફાયદો ઉઠાવીને વિરોધી ટીમના બેટ્સમેનો વધારાના રન દોડતા હતા. 

8. મોર્ન મોર્કેલ (દક્ષિણ આફ્રીકા)
દક્ષિણ આફ્રીકાના પૂર્વ ફાસ્ટ બોલર મોર્ન મોર્કેલને ફિલ્ડિંગ દરમિયાન પોતાની લંબાઈના કારણે ઝડપથી નીચે વળવામાં મુશ્કેલી થતી હતી અને તેઓ અનેકવાર એકસ્ટ્રા રન આપી બેસતા હતા. 

9. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા)
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા ડીપ એરિયામાં ફિલ્ડિંગ દરમિયાન જમીનને કવર કરવામાં અસમર્થ રહેતા હતા.

10. અર્જૂન રણતુંગા (શ્રીલંકા)
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા ફિલ્ડિંગ દરમિયાન દોડીને બોલ પકડવામાં નબળા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More