Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના નારોલમાં પતિ એ પત્નીની ઠંડા કલેજે હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી ઝગડો થતા હત્યાનો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે પત્નીની હત્યા કરી મૃતદેહના ફોટો વીડિયો મોબાઈલમાં લીધા અને બે કલાક સુધી લાશ પાસે બેસી રહ્યો પતિ. નારોલ પોલીસે હત્યારા પતિની મુંબઈથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના નારોલ વિસ્તારમાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ પત્નીની હત્યા કરી. હત્યા કર્યા બાદ બે કલાક પત્નીના મૃતદેહ પાસે જ બેસ્યો રહ્યો. અને મોબાઇલમાં ફોટો વીડિયો પણ ઉતાર્યા. બાદમાં આરોપી ટ્રેનમાં બેસીને મુંબઇ તરફ રવાના થઈ ગયો. જો કે પોલીસને જાણ થતાં જ ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. નારોલ શાહવાડી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી દીધી છે. છેલ્લા એક વર્ષથી શાહવાડી વિસ્તારમાં રહેતા શ્રી ઉર્ફે બોબી જંગમને 19મી મેના દિવસે તેની પત્ની સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. બાદમાં તેની પત્ની ઘર છોડીને ક્યાંક ચાલી ગઇ હતી. જો કે 20મી મેના દિવસે મોડી સાંજે ઘરે પરત આવતા બંન્ને વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જેથી આરોપીએ પાવડાના દંડા વડે તેની પત્નીને માથાના ભાગે માર મારી અને દિવાલ પર માથું પછડાવીને મોતને ઘાટ ઉતારીને ફરાર થઇ ગયો હતો. જો કે નારોલ પોલીસેન જાણ થતાં જ પોલીસએ ગણતરીના કલાકોમાં જ આરોપીને મુંબઇના ઘાટકોપરમાંથી ઝડપી પાડ્યો છે.
દાહોદના કારખાનામાં બની રહેલા રેલવે એન્જિનના Inside Photos, પીએમ મોદી કરશે ઉદઘાટન
આરોપી અને મૃતક બંન્ને મૂળ ઘાટકોપરના જ રહેવાસી છે. જેમના વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી વર્ષ 2017માં તેમણે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ તેઓ ઘાટકોપર ખાતે જ રહેતા હતાં. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ ખાતે રહેવા માટે આવ્યા હતાં. શરૂઆતના બે વર્ષ શાહઆલમ ખાતે રહેતા અને એકાદ વર્ષથી નારોલ શાહવાડી ખાતે રહેવા માટે આવ્યા હતાં. આરોપી કેટરીંગના ધંધામાં છુટક મજુરી કામ કરતો હતો. આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી અવાર નવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં. અને ઝઘડા બાદ મૃતક મહીલા ક્યારેક બે ત્રણ દિવસ માટે ઘર છોડીને જતી રહેતી. બાદમાં તે પરત આવી જતી હતી. જો કે બનાવના એક દિવસ અગાઉ પણ આ જ પ્રકારની ઘટના બની હતી.
જો કે મહત્વની બાબત તો એ છે કે પત્નીની હત્યા કર્યા બાદ હત્યારો પતી બે કલાક સુધી તેના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. અને તેના મોબાઇલમાં વીડિયો અને ફોટો પણ પાડ્યા હતાં. બાદમાં તે કાલુપુરથી ટ્રેનમાં બેસીને ઘાટકોપર જવા પહોચ્યો હતો. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતનો આ સમાજ સુધારણાના માર્ગે નીકળ્યો, લગ્નમાં સોનાના દાગીના અને DJ પર પ્રતિબંધ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે