Jio Launched New Gaming Plans: રિલાયન્સ જિયોએ ગેમિંગ અને ડેટાના શોખીનો માટે પાંચ નવા પ્રીપેડ પ્લાન્સ રજૂ કર્યાં છે, જે JioGames Cloud ના ફ્રી સબ્સક્રિપ્શન સાથે આવે છે. આ પ્લાન 48 રૂપિયાથી શરૂ થઈ 545 રૂપિયા સુધીના છે. આ પ્લાન્સ ખાસ પ્રીપેડ યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. JioGames Cloud, જિયોની ક્લાઉડ ગેમિંગ સેવા, યુઝર્સને ગેમ ડાઉનલોડ કર્યા વગર સ્માર્ટફોન, પીસી અને જિયો સેટ-ટોપ બોક્સ પર પ્રીમિયમ ગેમ્સ રમવાની સુવિધા આપે છે. આ પ્લાન્સ જિયોની 5જી અને ફાઇબર સેવાઓની સાથે ભારતમાં વધતા ક્લાઉડ ગેમિંગ માર્કેટને ટાર્ગેટ કરે છે. પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ યુઝર્સને હજુ તેનો લાભ મળશે નહીં. આવો તમને આ પ્લાન વિશે જણાવીએ.
Jio નો 48 રૂપિયાનો પ્લાન
જિયોનો 48 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 3 દિવસની વેલિડિટી સાથે આવે છે. તે 10MB ડેટા અને 3 દિવસ માટે JioGames Cloud નું ફ્રી સભ્યપદ આપે છે. આ એક ડેટા વાઉચર છે, જે માટે એક બેઝ પ્રીપેડ પ્લાન એક્ટિવ હોવો જરૂરી છે. આ પ્લાન તે યુઝર્સ માટે સારો છે જે ઓછા સમય માટે ગેમિંગ અજમાવવા ઈચ્છે છે.
Jio નો 98 રૂપિયાનો પ્લાન
જિયોનો 98 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 7 દિવસની વેલિડિટી સાથે આવે છે. તે 10MB ડેટા અને 7 દિવસ માટે JioGames Cloud નું ફ્રી સભ્યપદ આપે છે. આ એક ડેટા વાઉચર છે, જે માટે એક બેઝ પ્રીપેડ પ્લાન એક્ટિવ હોવો જરૂરી છે. આ પ્લાન તે યુઝર્સ માટે સારો છે જે ઓછા સમય માટે ગેમિંગ અજમાવવા ઈચ્છે છે.
આ પણ વાંચોઃ હોન્ડાની સમર સ્પેશિયલ ઓફર, અમેઝથી લઈને હોન્ડા સિટી પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્ક
Jio નો 298 રૂપિયાનો પ્લાન
જિયોનો 298 રૂપિયાનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં 3જીબી ડેટા અને 28 દિવસ માટે JioGames Cloud નું એક્સેસ આપવામાં આવે છે. આ પ્લાન જે લોકો લાંબા સમય સુધી ગેમિંગની મજા માણવા ઈચ્છે છે તેના માટે સારો છે.
Jio નો 495 રૂપિયાનો પ્લાન
જિયોના 495 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં દરરોજ 1.5 જીબી ડેટા, 5GB એક્સ્ટ્રા ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ સિવાય JioGames Cloud, જિયો હોટસ્ટાર મોબાઇલ સબ્સક્રિપ્શન, ફેન કોડ સબ્સક્રિપ્શન, જિયો ટીવી અને JioAICloud નો લાભ મળે છે.
Jio નો 545 રૂપિયાનો પ્લાન
જિયોનો આ શાનદાર પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તે 2જીબી ડેલી ડેટા, 5જીબી બોનસ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ 5જી ડેટા મળે છે. આ સાથે 28 દિવસ માટે JioGames Cloud, JioHotstar Mobile, Fancode, JioTV, અને JioAICloud નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન ગેમિંગ, સ્ટ્રીમિંગ અને હાઈ-સ્પીડ ડેટા માટે પ્રીમિયમ ઓપ્શન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે