Ahmedabad News દર્શલ રાવલ/અમદાવાદ : પહેલા આ વીડિયો સાંભળો. આ વીડિયોમાં મહિલાએ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી તમારા રુંવાડા ઉભા થઈ જશે. આ વીડિયો બનાવીને પરિણીતાએ મોત વ્હાલું કર્યું.
મેં અપને સસુરાલ મેં હું.
સબ લોગોને મુજે પરેશાન કિયા હૈ.
સબ કે મન મેં જો ભી આયે વો બોલ કે ચલા જાતા હે
સબને આજ તક મેરે સાથ દો બજે તક ઝગડા કિયા હૈ
સબને મુજે અંદર સે તોડ દિયા.
જો મેરા હસબન્ડ હૈ વો મુજે નહી ગાઠતા
મેરી સાસ પર નણંદ કો બિલકુલ નહિ ફા રહી
બહોત પરેશાન કરતે હૈ
મેરે ભાઈ કે લિયે સિર્ફ બોલા થા ઓર કુછ નહી બોલા
ઇન કી બહેન બહોત પરેશાન કરતી હે મેરે ભાઈ કો
ઓર મેરા હસબન્ડ કહેતા હૈ કે તેરે ભાઈ કી ગલતી હૈ
મેરી નણંદને બોલા હૈ રિશ્તા તોડના હૈ તો પહેલે બચ્ચા પેદા કરો ફિર હમે દો ફિર તોડો
આ શબ્દો છે મૂળ રાજસ્થાનની રહેવાસી અને અમદાવાદના ખાડીયા વિસ્તારમાં સાસરીમાં રહેતી મોહિનીના. આ મોહિનીએ 27 એપ્રિલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આપઘાત કરતા પહેલા મોહિનીએ બનાવેલ વીડિયોને પોતાના સમાજના ગ્રુપમાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે સાસરી પક્ષના લોકોએ કેવી કેવી યાતના ગુજારી છે તે વર્ણવ્યું છે. પરિણીતાએ વીડિયોમાં પોતાની આપવીતી જણાવી. સમગ્ર મામલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં મૃતક પરિણીતાના પતિ અને સાસરી પક્ષ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં નોંધાયું છે કે મૂળ રાજસ્થાનની 28 વર્ષીય મોહિનીના 2022માં ખાડિયામાં શ્રીજી રેસિડેન્સીમાં રહેતા ભરત પ્રજાપતિ સાથે લગ્ન થયા હતા. આ લગ્ન મોહિનીની નણંદ સાથે એક ભાઈના સાટા પેટે કરાયા હતા. લગ્નના ત્રણ માસ બાદ મોહિનીને તેના પતિ કહેતો હતો કે, તું મને ગમતી નથી. તેમજ સાસરી પક્ષના લોકો ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
એટલું જ નહીં પણ ધનતેરસ અને દિવાળીના દિવસે ઝઘડો થયો હતો. તેમજ દિવાળીમાં મોહિનીને પતિ પિયર મૂકી ગયા હોવાના પણ આક્ષેપ છે. આ સાથે જ મોહિનીની નણંદે છુટાછેડા લેવા હોય તો એક બાળક જન્મ આપ પછી છૂટાછેડા મળશે તે વાત કહી. જે વાત મોહિનીને લાગી આવી. અને મોહિણીએ 27 એપ્રિલે સમાજના ગ્રુપમાં આપવીતી જણાવતો વીડિયો બનાવીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. સમગ્ર ઘટનામાં ખાડિયા પોલીસ સ્ટેશન ખાતે મોહિનીના પતિ ભરત, સાસુ લક્ષ્મીબેન, જેઠ મોહન અને હિતેશ તથા નણંદ વિદ્યા સામે ગુનો નોંધાયો. જે ઓ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભરત પ્રજાપતિના ઘરમાં માતા-પિતા અને પોતે ત્રણ ભાઈઓ છે. જેમાં ભરતનો મોટો ભાઈ વકીલ છે. મોટાભાઈની પત્ની તેને છોડીને ચાલી ગઈ છે. ભરત પ્રજાપતિના અગાઉ લગ્ન થયા હતા, જેમાં પત્નીનું મોત થયું અને મોહિની સાથે આ બીજા લગ્ન છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે