Air India Plane Crash : અમદાવાદૉ પ્લેન ક્રેશના ૨૬૮ મૃતકોમાં ૨૪૧ વિમાનયાત્રી અને આઠ હોસ્ટેલ કેમ્પસના છે. પરંતુ આ સિવાય કેમ્પસમાં મળી આવેલા બીજા ૧૫થી વધુ મૃતદેહો કોના છે? ઓળખ માટે પોલીસની વિશેષ ટીમ તપાસ કરશે.
હજી 19 મૃતદેહોની ઓળખ બાકી
મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ ૨૬૮ મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના ૨૪૧ પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. પરંતુ, બાકીના ૧૯ મૃતદેહ અંગે ઓળખ થઈ શકી નથી.
અમદાવાદ પ્લેન ક્રેશ વચ્ચે બનેલી આ 4 ઘટના ચમત્કારથી ઓછી નથી
આ મૃતદેહો કોના છે તેની તપાસ કરવામાં આવશે. કદાચ મેસમાં કામ કરતા લોકો હોઈ શકે છે. અથવાતો મેડિકલ કોલેજના કર્મચારીઓ પણ હોઈ શકે છે. આ ઉપરાંત પ્લેન જ્યા ક્રેશ થયું હતું ત્યાં નજીકમાં રહેતા લોકોના પણ હોઈ શકે છે. કારણ કે, આસપાસના રહીશો પણ તેનો ભોગ બન્યા હતા. ત્યારે હવે ડીએનએ ટેસ્ટ થાય તેના બાદ જ મૃતદેહોની ઓળખવિધિ થઈ શકશે.
250 જેટલા કોફિન મૃતદેહ પેક કરીને સોંપવા માટે તૈયાર
બીજે મેડિકલ કોલેજ પર પોલીસને તૈનાત કરી દેવાયા છે. માત્ર ડોક્ટર સ્ટાફ, દર્દીઓના પરિવારજનો જે બ્લડ સેમ્પલ માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મીડિયા કર્મીઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 250 થી વધુ જેટલા બ્લડ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે. 250 જેટલા કોફિન મૃતદેહ પેક કરીને સોંપવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
ફ્લાઇટમાં ઘણી ખામી હતી... ક્રેશ પહેલા એ જ પ્લેનમાં મુસાફરી કરીને આવેલા હીનાબેને આપી
મૃતદેહો એટલા કે અન્ય શહેરોમાંથી બોડી સ્ટોરેજ મંગાવવા પડ્યા
DNA ટેસ્ટના રિઝલ્ટ સેમ્પલ લીધાના 72 કલાક બાદ આવે છે. રિઝલ્ટમાં સમય લાગતો હોવાથી ડેડબોડીને સાચવવા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવાય હિંમતનગર અને અન્ય જગ્યાઓથી બોડી સ્ટોરેજ મંગાવવામાં આવ્યા
1200 બેડના પોસ્ટ મોર્ટમ રૂમમાં ડેડબોડી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. રિઝલ્ટ આવ્યા બાદ પરિવારજનોને મૃતદેહો સુપરત કરવામાં આવશે.
તપાસ માટે કમિટી રચાશે
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય કમિટી તપાસ કરશે. દુર્ઘટના સર્જાવા પાછળના કારણોની તપાસ માટે કમિટીની રચના કરાશે. એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા 269 લોકોના મોત થયા છે. તપાસ કમિટી SOP અને માર્ગદર્શિકાની સમીક્ષા કરશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા પણ પગલાં લેવામાં આવશે. આવી ઘટનાઓને રોકવા નવી SOP પણ બનાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે