Air India ahmedabad plane crash: ગુજરાતના અમદાવાદમાં 12 જૂને બપોરે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી. આ વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા, આ વિમાન જે જગ્યાએ પડ્યું ત્યાં પણ ઘણા લોકોના મોત થયા હતા. પરંતુ તેમાં કેટલાક મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
આ મૃતકોની ઓળખ બાકી
મળતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. આ દરમિયાન હોસ્ટેલ સહિત આસપાસના વિસ્તારમાં પણ જાનહાની થઈ હતી. હવે સામે આવેલી વિગતો સિવાય વિમાનમાં પ્રવાસી સિવાયના 11 મૃતકો કોણ છે તે સવાલ થઈ રહ્યો છે. આ દરમિયાન માત્ર બે વ્યક્તિ લાપતા હોવાની ફરિયાદ દાખલ થઈ છે.
આ પણ વાંચોઃ Heavy rain alert: આજે 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
વિમાન જ્યારે ક્રેસ થયું આ દરમિયાન બીજે કેમ્પસમાં આવેલા લોકો ભોગ બન્યાની આશંકા છે. બીજીતરફ પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈના સ્વજન લાપતા હોય તો જાણ કરવામાં આવે. નોંધનીય છે કે બીજે કેમ્પસમાં 29 લોકોના વિમાન દુર્ઘટનાને કારણે મોત થયા હતા, જેમાં 11 લોકોની ઓળખ કરવાની બાકી છે.
કુલ મૃત્યુઆંક 270
વિમાનમાં સવાર મોત- 241
હોસ્ટેલ-મેસમાં મોત- 5
બીજે કેમ્પસમાં ઈજાથી મૃત્યુ, ડીએનએ વગર મૃતદેહો સોંપાયા- 8
બીજે કેમ્પસમાં દાઝી જવાથી મોત, ડીએનએ કરી મૃતદેહો સોંપાયા- 5
મૃતકોની ઓળખ બાકી- 11
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે