Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની શાળાઓમાં તોતિંગ ફી વધારો ઝીંકાયો, બાપાનું બજેટ ભાંગી નાંખે તેટલી ફી થઈ

Schools Fee Hike In Ahmedabad : અમદાવાદની આ સ્કૂલોમાં વધારાઇ પ્રોવિઝનલ ફી, 5 થી 7 ટકાનો વધારો, રૂ. 2500થી લઇને 12 હજાર સુધીનો વધારો કરાયો મંજૂર

અમદાવાદની શાળાઓમાં તોતિંગ ફી વધારો ઝીંકાયો, બાપાનું બજેટ ભાંગી નાંખે તેટલી ફી થઈ

Ahmedabad News અમદાવાદ : મેગા સિટી અમદાવાદમાં હવે સંતાનોને ભણાવવુ વધુ મોંઘુ બનશે. કારણ કે, અમદાવાદનું ભણતર વધુ મોંઘુ બન્યું છે. અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારાને મંજૂરી આપવામા આવી છે. ત્યારે આ મંજૂરીથી FRC દ્વારા 3 હજાર થી 12 હજારનો ફી વધારો મંજુર કરાયો છે. ત્યારે નવી ફીની જાહેરાત બાદ કી શાળામાં કેટલો ફી વધારો થયો તે જાણી લો.

fallbacks

ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી છે. આપને જણાવી દઈએ કે નવા શક્ષિક સત્રની શરૂઆત બાદ પણ અમદાવાદની લગભગ 150થી વધુ શાળામાં નવા ફ્રી નક્કી કરવાની બાકી હતી. ત્યારે અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી 150થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામા આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં 5થી 7 ટકાનો વધારો કરવામા આવ્યો છે.

અમદાવાદની કેટલીક સ્કૂલોની ફી 5થી 7 ટકા અને કેટલીક સ્કૂલોની ફી 10 ટકા સુધી વધી છે. એકંદરે 3 હજારથી લઈને 12 હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. આમ, અમદાવાદમાં શિક્ષણ મોંઘું બન્યું છે. ફીમાં વધારો થતા વાલીઓનું બજેટ આ મોંઘવારીમાં ભાંગી જશે. 

હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાને ધમરોળશ

કઈ શાળામાં કેટલો ફી વધારો કરાયો 

  • એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 99 હજાર રૂપિયા હતી. જે હવે 1.04 લાખ રૂપિયા થઈ છે. 
  • ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી 91 હજાર રૂપિયા હતી તે 95 હજાર રૂપિયા થઈ છે
  • આનંદનિકેતન સ્કૂલની ફી 83 હજાર રૂપિયા હતી જે વધીને 91 હજાર રૂપિયા થઈ છે
  • ડીપીએસ બોપલ સ્કૂલની ફી 80 હજાર રૂપિયા હતી જે વધીને 84 હજાર રૂપિયા થઈ છે
  • એસ.એચ.ખારાવા સ્કૂલની ફી 32 હજાર રૂપિયા હતી જે 35 હજાર રૂપિયા થઈ છે. 
  • શિવ આશિષ સ્કૂલની ફી 57,500 રૂપિયા હતી. જે વધીને 61 હજાર રૂપિયા થઈ છે. 
  • કે.એન પટેલ સ્કૂલની ફી 77 હજારથી વધીને 81 હજાર રૂપિયા થઈ
  • સંત કબીર સ્કૂલની ફી 95,400થી વધીને 97,900 રૂપિયા થઈ છે. 
  • એચ.બી.કાપડીયા સ્કૂલની ફી 57 હજાર રૂપિયા હતી તે વધીને 60 હજાર રૂપિયા કરાઈ. 

કંજૂસ ગુજરાતીઓ! સુખી સંપન્ન રાજ્ય હોવા છતાં મનરેગાના મજૂરોને ચૂકવાય છે ઓછો પગાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More