Home> Gujarat
Advertisement
Prev
Next

વરસાદમાં ખાવાની મજા પડે તેવાં ખંભાતના ફેમસ ખરખરીયા ભજીયા અને કઢી, ઝટપટ વાંચી લો રેસિપી

khambhat famous kharkhariya bhajiya : ગુજરાતની ખાણીપીણીનો કોઈ જવાબ નથી, આવામાં જો તમે ખાણીપીણીની શોખીન હોવ તો ખંભાતના ખરખરીયા અને ખડખડીયા તરીકે ઓળખાતા ભજીયા જરૂર ટ્રાય કરવા જોઈએ

વરસાદમાં ખાવાની મજા પડે તેવાં ખંભાતના ફેમસ ખરખરીયા ભજીયા અને કઢી, ઝટપટ વાંચી લો રેસિપી

gujarati food : ગુજરાતના દરેક શહેરની વાનગી અને ખાણીપીણી અદભૂત છે. અહીં દરેક જિલ્લાની પોતાની અલગ ખાણીપીણી છે. તેમાં પણ ગુજરાતીઓ તો ખાવાના શોખીન હોય છે. જો તમે પણ ખાવાના શોખીન હોવ તો તમે ખંભાતના ખરખરીયાના ભજીયા અચૂક ખાધા હશે. કેટલાક તેને ખડખડીયા તરીકે પણ ઓળખે છે. ખંભાતના ફેમસ ખરખરીયાના ભજીયા કઢી સાથે વરસાદમાં ખાવાની મજા પડે છે. જો તમે ખંભાત જઈ શક્તા ન હોવ તો આ ખરખરીયાના ભજીયા ઘરે પણ બનાવી શકો છો. 

fallbacks

ખરખરીયાના ભજીયા બનાવવાની સામગ્રી

બેટર બનાવા માટે
ધોયેલા અળવીના મોટા પાન 2-3, ચણાનો લોટ ½ કપ, ચોખાનો લોટ ¼ કપ, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો 1 ટી.સ્પૂન, તેલ તળવા માટે, ભાવનગરી મરચાં 4-5, કાંદા 2

કઢી બનાવવા માટે
ચણાનો લોટ 2 ટે.સ્પૂન
ખાટું દહીં 3 ટે.સ્પૂન
મીઠું સ્વાદ મુજબ, હળદર ¼ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર ¼ ટી.સ્પૂન,

કઢીના વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • સૂકા ધાણા ½ ટી.સ્પૂન
  • સૂકું લાલ મરચું 1
  • કળી પત્તાના પાન 4-5
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લીલા મરચાં 1-2
  • આદુ ઝીણું સમારેલું 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન

ભજીયા બનાવવાની રેસિપી
એક બાઉલમાં ચણાનો લોટ, દહીં, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે લઈ 2 ટે.સ્પૂન જેટલું પાણી મેળવીને જેરણી વડે એકસરખું હલાવીને ગઠ્ઠા વગરનું મિશ્રણ તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં સૂકા ધાણા, લાલ મરચું બે ટુકડા કરેલું, કળી પત્તાના પાન મેળવીને હીંગનો વઘાર કરો. હવે તેમાં લીલા મરચાં સમારેલાં અને ખમણેલું આદુ મેળવીને 2 મિનિટ બાદ કઢી માટે તૈયાર કરેલું દહીં અને લોટનું મિશ્રણ તેમાં રેડી દો. અને ચમચા વડે હલાવતાં રહો. જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. ભજીયા સાથે કઢી ઘટ્ટ સારી લાગશે. ગેસ બંધ કરીને કઢી ઢાંકી દો.

અળવીના પાન ધોઈને પાણી નિતારી લેવા. હવે તેમાંથી જાડી નસો ચપ્પૂ વડે કાઢી લઈ. પાનને વચ્ચેથી કટ કરવું. હવે પાનની બંને બાજુએ રહેલી નસ ઉપર કાપો પાડીને ચોરસ જેવા ટુકડામાં કાપી લેવા. 

બીજા એક બાઉલમાં ચોખા તેમજ ચણાનો લોટ લઈ તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો તેમજ ચપટી હીંગ મેળવીને અડધો કપ પાણી ઉમેરીને ગઠ્ઠા વગરનું એકસરખું મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ તેમાં થોડું વધુ પાણી ઉમેરીને ભજીયાના ખીરા જેવું ખીરું બનાવી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની ધીમી મધ્યમ આંચ કરી લો. અળવીના એક-એક પાનને લઈ ભજીયાના ખીરામાં આગળ-પાછળ બંને બાજુએ ખીરુ લાગે તેમ ડુબાડીને તેલમાં તળી લેવા. વરસાદની મોસમમાં આ ભજીયા ભાવનગરી મરચાં, કઢી તેમજ સમારેલા કાંદા સાથે પીરસવા.

નોંધ - તેમાં થોડો બટાકાવડાનો મસાલો પાનમાં લગાવીને તળવાથી એનો ટેસ્ટ અલગથી જ આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More