Sabarmati Riverfront : અમદાવાદીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ પર સરકાર એક નવું નજરાણું લાવી રહી છે. રિવરફ્રન્ટ ફેઝ-3 તૈયાર થયા બાદ અમદાવાદ રિવરફ્રન્ટથી સીધા ગાંધીનગર પહોંચી શકાશે. શું છે આ પ્લાનિંગ જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મેએ રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરવાના છે. જેમા ઈન્દિરા બ્રિજથી કરાઈ સાયફન નર્મદા કેનાલ સુધીનો 4.5 કિમીનો વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. સાબરમતી ફેઝ-2 પૂરા થઈ ગયા છે, હવે ફેઝ-3 નુ કામ આરંભાશે. ત્રણેય ફેઝ પૂરાં થયા પછી રિવરફ્રન્ટ ત બંને બાજુ મળી 38 કિમી લાંબો થઈ જશે. જોકે, તેનો ફાયદો એ થશે કે, ફેઝ-3 તૈયાર થયા બાદ લોકો સીધા રિવરફ્રન્ટ રોડથી ગાંધીનગર જઈ શકશે. તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બુલેટ ટ્રેન સ્ટેશન, સાબરમતી રેલવે સ્ટેશન, એરપોર્ટ સીધા જઈ શકશે. પૂર્વ તરફના રિવરફન્ટ રોડ પરના શાસ્ત્રીબ્રિજથી સીધા કેનાલ સાયફન સુધી જઈ શકશો.
ફેઝ-૩ 'પંચતત્ત્વ' થીમ પર
પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 ની કામગીરીમાં અનેક આયોજનો કરાયા છે. આ ફેઝ પંચતત્વની થીમ પર વિકાસાવાશે. જેમાં શું શું હશે તેના પર એક નજર કરીએ.
આ ગુજરાતણના ચારેકોર થયા વખાણ, ત્રીજીવાર કોમલ ઠક્કર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા
ફેઝ-૩માં શું શું હશે
હાલ ફેઝ-2માં બેરેજકમ બ્રિજના કામ ચાલી રહ્યા છે. ફેઝ-3નું કામ આગામી 4 વર્ષમાં પૂરું થઈ જશે. તે બાદ અમદાવાદની કાયાપલટ થઈ જશે. આ ફેઝ-3માં અલગ અલગ સ્થળે 10 વ્યૂ પ્લાઝા હશે. જેમાં હરિયાળી, સંસ્કૃતિ, ઇતિહાસ, હરવા-ફરવાની જગ્યા, ફૂડ પ્લાઝા તેમજ રોડ પરથી નદી સીધી જોઈ શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે