Ahmedabad News : ચારેતરફથી ફૂલીફાલી રહેલા અમદાવાદનું હાર્દ એસજી હાઈવે છે. અમદાવાદથી ગાંધીનગરને જોડતા આ હાઈવે પરથી રોજના લાખોની સંખ્યામાં વાહનો પસાર થતા રહે છે. ત્યારે અમદાવાદના લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ હાઈવે પરનો એક તરફનો રોડ 6 મહિના માટે બંધ રહેશે. જેની નાગરિકોએ નોંધ લેવી.
YMCA ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ સુધીનો એક તરફનો રસ્તો બંધ આગામી 6 મહિના માટે બંધ રહેશે. 1.2 કિલોમીટરનો રોડ આજથી 6 મહિના સુધી બંધ રાખવામાં આવશે. આ કારણે લોકોએ દોઢથી બે કિલોમીટર ફરીને જવું પડશે. એલિવેટેડ ફ્લાયઓવરનું કામ ચાલું હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ જગ્યાએ બ્રિજના પિલરો તૈયાર થઈ ગયા છે અને હવે તેના ઉપર ગર્ડર લગાવવાનું કામ કરવામાં આવશે. જે 6 મહિના સુધી ચાલશે.
આવી રહ્યું છે વાવાઝોડું, બદલાઈ જશે ગુજરાતની વરસાદની આગાહી, અંબાલાલે આપી ચેતવણી
અમદાવાદીઓએ આ રોડનો વિકલ્પ તરીકે ઉપયોગ કરો
આ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. બંધ કરવામાં આવેલો રૂટ એસજી હાઈવેનો ભાગ છે. રસ્તો બંધ કરાતા ટ્રાફિક જામની સમસ્યા થઈ શકે છે. તો આગામી દિવસોમાં આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ પણ થઈ શકે છે.
કરોડોનું ટર્નઓવર ધરાવતા GCMMF માં આજે ચૂંટણીનો જંગ : પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે