આઠમાં પગાર પંચનો ઈન્તેજાર હવે અંતિમ તબક્કામાં છે. દરેક કર્મચારીના મનમાં એક જ સવાલ છે કે આખરે મારો પગાર કેટલો વધશે? ખાસ કરીને લેવલ 4 (ગ્રેડ પે- 2400) પર કામ કરતા લાખો કર્મચારીઓ ઈચ્છે છે કે તેમના ખિસ્સામાં કેટલો વધારો આવશે. નવો બેઝિક પે કેટલો હશે, ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે...આ બધા સાથે HRA (મકાન ભાડા ભથ્થું), TA (મુસાફરી ભથ્થું) વગેરે ભેગુ થઈને કેટલું હાથમાં આવશે? એક અંદાજિત '8th CPC Salary Calculator' ના આધારે અમે તમને આજે દેખાડીશું કે લેવલ 4 પર તમારા વધેલા પગારનો પૂરો હિસાબ કિતાબ કઈ રીતે હોઈ શકે.
ફિટમેન્ટ ફેક્ટર
ફિટમેન્ટ ફેક્ટર એ પગાર માટે જાદુઈ નંબર ગણી શકાય કારણ કે તેનાથી પગારમાં ઉછાળો આવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતું જેના કારણે લઘુત્તમ વેતનમાં ભારે વધારો જોવા મળ્યો હતો. આઠમાં પગાર પંચ માટે હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત થઈ નથી પરંતુ રિપોર્ટ્સ અને વિશેષજ્ઞોના અંદાજા મુજબ 1.92ના ફિટમેન્ટ ફેક્ટરની ખુબ ચર્ચા છે. અમે તમને ગણતરી આ સંભવિત ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરી દેખાડીશું.
8th CPC માં અલગ અલગ લેવલ પર સંભવિત બેઝિક પે
Pay Level | સાતમું પગાર પંચ (Basic Pay) | 1.92 ફિટમેન્ટ ફેક્ટર |
evel 1 | ₹18,000 | ₹34,560 |
Level 2 | ₹19,900 | ₹38,208 |
Level 3 | ₹21,700 | ₹41,664 |
Level 4 | ₹25,500 | ₹48,960 |
Level 5 | ₹29,200 | ₹56,064 |
લેવલ 4 (GP-2400)ના પગારનું આખુ ગણિત
હવે સીધા લેવલ 4ના એક કર્મચારીની સંભવિત નવી સેલરીનું આખું બ્રેક ડાઉન સમજીએ.
- વર્તમાન બેઝિક પે (સાતમા પગાર પંચ મુજબ ) ₹25,500
- અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર- 1.92
8th CPC Salary Calculator (અંદાજિત)
વિવરણ રકમ (માસિક) ગણતરીનો આધાર
વર્તમાન બેઝિક પે ₹25,500 સાતમા પગાર પંચ મુજબ
રિવાઈઝ્ડ બેઝિક પે (નવો) ₹48,960 ₹25,500 x 1.92 (અંદાજિત ફિટમેન્ટ ફેક્ટર)
મોંઘવારી ભથ્થું (DA) ₹0 નવા પગાર પંચમાં ડીએ શૂન્ય થઈ જાય છે.
મકાન ભાડા ભથ્થું (HRA) ₹14,688 નવા બેઝિક પેના 30% (X- કેટેગરીના શહેર માટે)
મુસાફરી ભથ્થું (TA) ₹3,600 હાયર TPTA શહેર માટે (લેવલ 3-8)
કુલ ગ્રોસ સેલરી ₹67,248 (નવો બેઝિક પે + HRA + TA)
કપાત (Deductions)
NPS કંટ્રીબ્યુશન - ₹4,896 નવા બેઝિક પેના 10 ટકા
CGHS કંટ્રીબ્યુશન - ₹250 લેવલ 1-5 માટે નિર્ધારિત
નેટ સેલરી (હાથમાં અંદાજિત) ₹62,102 ( ગ્રોસ સેલરી - કુલ કપાત)
Salary from January 2026 (per month)
Your Pay Level 4
Basic Pay 25500
Revised Basic Pay ( with fitment factor) 48960
DA ( Dearness Allowance) 0
HRA (Hourse Rent Allowance) 14688
TA (Travelling Allowance) 3600
Other Allowances/Incomes (if any) 0
Add Allowance
Remove Allowance
Gross Salary 67248
NPS Contribution 4896
CGHS Contribution 250
Income Tax (New Regime FY:2025-26) 0 (approx)
per annum 0(approx)
Other Deductions (if any) 0
Add Deduction
Remove Deduction
Net Salary 62102
ગણતરી વિસ્તારપૂર્વક સમજીએ
નવો બેઝિક પે
તમારો વર્તમાન બેઝિક પે ₹25,500 જ્યારે (હાલ અંદાજિત) 1.92 ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણવામાં આવશે ત્યારે તમારો નવો બેઝિક પે ₹48,960 થઈ જશે. તમારા પગારમાં પહેલા કરતા વધુ અને મોટો ઉછાળો જોવા મળશે.
HRAનું ગણિત
અમે અહીં X-કેટેગરી (મેટ્રો શહેર) માટે HRA નો વર્તમાન ઉચ્ચતમ દર (30%) નો ઉપયોગ કર્યો છે. તમારા નવા બેઝિક પે (₹48,960)ના 30% જોઈએ તો તે ₹14688 થાય છે. નોંધવા જેવું છે કે આઠમાં પગાર પંચમાં HRA ના દર રીસેટ થઈને 24% પણ થઈ શકે છે. પરંતુ આમ છતાં તમારા ખિસ્સામાં આવનારું HRA અત્યાર કરતા ઘણું વધુ હશે.
TA નો હિસાબ
લેવલ 3થી 8 સુધીના કર્મચારીઓ માટે TPTA શહેરોમાં મુસાફરી ભથ્થું ₹3,600 (ડીએ શૂન્ય થાય તો) નિર્ધારિત છે.
ગ્રોસ સેલરી
આ ત્રણેય મળીને તમારી મહિનાની ગ્રોસ સેલરી ₹67,248 થાય છે.
નેટ સેલરી
પરંતુ આ પૂરી રકમ તમારા હાથમાં નહીં આવે. તેમાંથી તમારા નવા બેઝિક પેના 10% (₹4,896) NPS માં તમારા યોગદાન તરીકે કપાશે અને CGHS માટે ₹250 કપાશે. આ કપાત બાદ તમારા બેંક ખાતામાં દર મહિને ₹62,102 ની નેટ સેલરી આવી શકે છે.
ડીએ ઝીરો થઈ જશે?
દરેક પગાર પંચનો નિયમ છે કે જ્યારે પણ નવું પગાર પંચ લાગૂ થાય છે તો તે સમય સુધી મળતું મોંઘવારી ભથ્થું નવા બેઝિક પગારમાં મર્જ કરી દેવાય છે. ત્યારબાદ ડીએનું મીટર ફરીથી શૂન્ય થઈ જાય છે અને નવા (CPI-IW)ના આધારે તેની ગણતરી ફરીથી શરૂ થાય છે.
Conclusion
આ અંદાજિત ગણતરી પણ સ્પષ્ટ રીતે દેખાડે છે કે આઠમાં પગાર પંચમાં લેવલ 4ના કર્મચારીઓ માટે એક મોટી ભેટ આવી શકે છે. 1.92 જેવા અંદાજિત ફિટમેન્ટ ફેક્ટરથી પણ તમારી નેટ સેલરીમાં એક જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જે ₹60,000 ના આંકડાને પાર કરી રહ્યો છે. જો ફિટમેન્ટ ફેક્ટર તેનાથી વધુ રહ્યું તો આ વધારો વધુ શાનદાર જોવા મળી શકે છે. જો કે આ ફક્ત એક અનુમાન છે અને અસલ તસવીર તો આઠમાં પગાર પંચની અધિકૃત ભલામણો બાદ જ સ્પષ્ટ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે