Home> Gujarat
Advertisement
Prev
Next

'હું તારી લાઈફ બનાવી દઈશ', કહીને માસાએ ભત્રીજીની આબરું લૂંટી, બદનામીના ડરે ભર્યું મોટું પગલું!

યુવતી એ સગા માસા ના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. 22 વર્ષીય યુવતી પર માસાએ વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી. યુવતીએ આત્મહત્યા કરી લેતા વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપી માસાની ધરપકડ કરી છે.

'હું તારી લાઈફ બનાવી દઈશ', કહીને માસાએ ભત્રીજીની આબરું લૂંટી, બદનામીના ડરે ભર્યું મોટું પગલું!

ઉદય રંજન/અમદાવાદ: સગી ભત્રીજી ને લાઈફ બનાવવાની લાલચ આપી પોતાની કંપનીમાં કામે રાખી વારંવાર દુષ્કર્મ ગુજારનાર માસાની પોલીસે ધરપકડ કરી છે.યુવતી એ સગા માસા ના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. 22 વર્ષીય યુવતી પર માસાએ વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી. યુવતીએ આત્મહત્યા કરી લેતા વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપી માસાની ધરપકડ કરી છે.

fallbacks

હવે 18 કરોડનું ચરસ દરિયામાં તરતું મળ્યું! જાણો ગુજરાતમાં ક્યાંથી મળ્યા ચરસના પેકેટ?

વેજલપુર પોલીસની ગિરફ્તમાં દેખાતા આ નરાધમ કલયુગનો માસા છે. જેણે પોતાની સગી ભત્રીજીનું જીવન બરબાદ કરી નાખ્યું હતું, મૂળ ગીર સોમનાથના અને અમદાવાદમાં રહેતી યુવતીના ભાઈ એ આરોપી માસા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 22 વર્ષીય યુવતી સાત વર્ષથી ભાઈ જોડે અમદાવાદમાં રહેતી હતી. વર્ષ 2020માં ચાંગોદર ખાતે આવેલ ફાર્મા કંપનીમાં નોકરી કરતી હતી. જે કંપનીના માલિક તેના સગા માસા છે. દોઢ મહિના પહેલા યુવતીએ માસાની કંપનીમાંથી નોકરી છોડી અને બીજી જગ્યાએ નોકરીની શોધમાં હતી. તે દરમિયાન 13 જુલાઈ 2024ના બપોરના સમયે વેજલપુર વિસ્તારમાં જ યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 

અંબાલાલે ભારે કરી! કહ્યું; શ્રીલંકા પાસે એક વરસાદી સિસ્ટમ બનશે, જે વાવાઝોડું લાવશે!

યુવતીએ અચાનક જ આપઘાત કરતાં પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા. જો કે તેણે આ પગલું કેમ ભર્યું તે બાબતે તપાસ કરતા યુવતી સાથે કામ કરતી અન્ય યુવતીએ મૃતક યુવતીના ભાઈને હકીકત અંગે જાણ કરી હતી. તેણે જણાવ્યું હતું કે આરોપી ફેબ્રુઆરી 2024થી તેની સાથે ઈન્સ્ટાગ્રામમાં વાતચીત કરતો હતો અને તે તમામ મેસેજ ડીલીટ કરી દેતી હતી. એપ્રિલ 2024માં મૃતક યુવતીએ બહેનપણીના ફોનમાં આરોપી સાથેની ચેટ જોઈ હતી. 

1500+ વિકેટ, ગિલ્લીઓ ઉડાવવામાં માહેર, હવે ભારતીય બોલરોને કોચિંગ આપશે આ ખૂંખાર બોલર

જે બાદ 29 જૂન 2024ના રોજ તે બંને નોકરી હાજર હતા. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તે આ કંપનીમાં નોકરી પર આવી તેના 6 મહિના બાદથી તેના માસા વારંવાર તે એકલી હોય ત્યારે તું મને ખુશ કર હું તારી લાઈફ બનાવી દઈશ, એવી લાલચ આપી પ્રેમ સંબંધ કેળવી ઓફિસમાં તેમજ ચાંગોદરની અન્ય કંપનીમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધતા હતા. તેથી તેણે મિત્રને માસાની વાતોમાં આવતી નહીં તો તારી પણ જિંદગી બગાડી નાખશે તેવું જણાવ્યું હતું. 

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CMનું સંબોધન: 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાશે

30 જુલાઈ 2024 ના રોજ રાત્રીના સમયે યુવતી હાજર હતી તે વખતે મિત્રએ તેને ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મોકલ્યો હતો અને કહ્યું હતું કે આ વાતચીત તેની અને તેના માસાની છે, જે તું સાચવીને રાખજે. જેના બીજા દિવસથી બંને યુવતીઓએ નોકરી છોડી દીધી હતી. જે બાદ 22 જુલાઈ 2024 ના રોજ યુવતીના ભાઈને જાણ થઈ હતી કે તેની બહેન ગર્ભવતી છે, જેથી તેની બહેનને પૂછતા તેણે સમગ્ર હકીકત ભાઈને જણાવી દીધું હતું કે તેના માસા વારંવાર શારીરિક સંબંધ બાંધતા તે ગર્ભવતી થઈ હતી. ડોક્ટર તપાસમાં તેને એક મહિનાનો ગર્ભ હોય તેવી હકીકત સામે આવી હતી. 

ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટ

યુવતીની માસા સાથેની ચેટ તેના ભાઈને મળી હતી. જેમાં તમામ બાબતોને લઈને પુરાવો સામે આવ્યા હતા. અંતે યુવતીને લાગી આવતા 13 જુલાઈ 2024 ના રોજ ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે યુવતીના ભાઈએ માસા સામે આત્મહત્યા દુષ્પ્રેરણા અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેજપુર પોલીસે ગુનો દાખલ કરી અંતે આરોપી માસાની ધરપકડ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More